________________
મનુષ્યને છે. અસંખ્ય તિર્યચે સમકિતિ અને વ્રતધારી દેશવિરતિ અત્યારે મોજુદ છે, પણ સર્વવિરતિ નથી. નરકમાં સમકિતી અને દેવભવમાં પણ સમકિતી છે, પણ વિરતિધર નથી. મનુષ્યભવમાં જ સાધુપણું–સર્વવિરતિ સ્વીકારી શકાય છે; તો તે લીધા અને પાળ્યા વિના મિથ્યા-સપા૫ પ્રવૃત્તિ કેમ અટકે? ને સંસ્કારો કેમ ઘસાય ? સાધુધર્મની પાલન સિવાય અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ શી રીતે થશે? પહેલા સાધુધર્મનું પાલન અને પછી પાલનનું ફળ મોક્ષ. કેમ આજ પ્રમાણે છે. આ કુમે જ આ પદાર્થ આત્મામાં પ્રગટ થાય છે.
દ્વાદશાંગી પ્રવચનને આ સાર છે. દ્વાદશાંગીમાં અગણિત પદાર્થો કહ્યા છે. શ્રતનો એ મહાસાગર છે ને એ બધાને સાર આ પંચસૂત્રમાં છે. જેણે પંચસૂત્ર ભણને આત્મામાં પરિણમાવ્યું તેણે દ્વાદશાંગીનું નવનીત પરિણમવ્યું. કેમકે દ્વાદશાગી ભણીને આત્મામાં જે ઉતારવાનું છે તે પંચસૂત્રમાંથી સારભૂત તસ્વરૂપે મળે છે. આખી દ્વાદશાગી જુઓ, બે વાત નજરે તરે છે, એક જ્ઞાન અને બીજી કિયા. કોઈ પણ વાત જુઓ, કાં જ્ઞાનની હશે અથવા ક્રિયાની હશે, તે પરસ્પરના સહકારવાળી, અર્થાત્ જ્ઞાન સહિત ક્રિયાની અગર કિયા સહિત જ્ઞાનની. એકલા જ્ઞાનની અથવા એકલી ક્રિયાની વાત નથી. જ્ઞાન વિના કિયા આંધળી છે, ક્રિયા વિનાનું જ્ઞાન ભૂલું પાંગળું છે. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ :
દ્વાદશાંગીના પહેલાં અંગ આચારાંગમાં મુખ્યપણે આચારની-કિયાની વાત છે, પણ પડૂજીવનિકાય અને એના ઘાતક શસના જ્ઞાન સાથે. બારમા અંગ દષ્ટિવાદમાં દ્રવ્યાનુગ