________________
४८१
[પંચસૂત્રલઈને સહજભાવે લેકના અંતે ગમન થાય છે, પૂર્વે પ્રયોગથી એટલે કે સૌથી હલકે હાઈ જીવ ઠેઠ ઉપર રહેવાના સ્વભાવવાળ હોવાથી, તેમાં અટકાવનાર પૂર્વે લાગેલ કર્મનો પ્રતિબંધ દૂર થતાં જ સહજભાવે ઉપર જાય છે. એથી જ એ નિયમ છે કે એ અસ્પૃશ૬ ગતિએ ઉપર જાય છે.
પ્ર–ત્યાંથી પાછું નીચે આવવું, પાછુ ઉપર જવું, એમ વારંવાર ગમનાગમન કેમ નથી થતું ?
ઉ૦-એજ તુંબડાના દષ્ટાંતથી ફરી નીચે આવવાનું નથી થતું, પરંતુ એક જ સમયમાં એકજવાર ઠેઠ ઉપર જવાનું, વગેરે નિયમ સચવાય છે.
પ્રવે-અહીંથી સાત રાજલક જેટલે ઊંચે એક જ સમયમાં જવાનું શું કમળની સો પાંખડી એક સાથે વધી જનાર ભાલાના દષ્ટાંતે બનતું હશે?
ઉ૦-ના, ભાલે તે પ્રત્યેક પાંખડીને અડીને જાય છે, તેથી એને અસંખ્ય સમય લાગે છે. પરંતુ મુક્ત જીવ એક જ સમયમાં
કાન્ત જે પહોંચે છે, તે વચલા આકાશ પ્રદેશને અડક્યા વિના પહેચે છે. આને અસ્પૃશ-ગતિએ ગમન કહે છે.
પ્ર-વચમાં થઈને જાય છે, છતાં અડકે નહિ ! એ કેમ બને ?
ઉ–ગમનમાં ખાસ ઉત્કર્ષથી આમ બની શકે છે જેમ સામાન્ય વેગ કરતાં વિશિષ્ટ ઝડપથી થતા ગમનમાં વિશેષતા હોય છે, તેમ અતિ ઊંચા વેગવાળા ઉત્કૃષ્ટ ગમનમાં અસ્પૃશત્ અવસ્થાની વિશેષતા ઘટી શકે છે.