________________
પ્રત્રયા–ફલસૂત્રમ્ ]
છે જ સારાંશ, જ્ઞાનસુખાદિ આત્મસ્વભાવ મેાક્ષ-સ્વરૂપ જડ પત્થર જેવું ખની આવે !
૪૮૩
ન
માનવાથી
સાંખ્ય-ચેાગદર્શીન તા વળી કહે છે કે “જ્ઞાન-સુખાદિ તે જડ પ્રકૃતિના જ ધમ છે, ચેતન ‘પુરુષ’ યાને આત્માના નહિ’. તે પછી ત્યાં આત્માનું ચૈતન્ય શુ ? મેાક્ષની પૂર્વ ભૂમિકારૂપે ઋતંભર પ્રજ્ઞા, સંપ્રજ્ઞાત-અસ'પ્રજ્ઞાત સમાધિ, તત્ત્વનિદિધ્યાસન, વગેરે શુ? વળી આત્મા જે સદાને કમળપત્રવત્ નિ પ છે, તા અને માંધવાનુ ય શું ? એ નહિ, તે મેાક્ષ પણ કલ્પના માત્ર.
વેદાન્તી આત્માની શુદ્ધ પરમબ્રહ્મ-અવસ્થાને મેાક્ષ કહે છે, જે નિર્ગુણુ, નિ મક; અને સજાતીય-વિજાતીયભેદશૂન્ય છે. આ મત પણ નિયુક્તિક છે, કેમકે તે પછી એનું કાંઈ સ્વરૂપ જ ન રહે ! તેથી પરમબ્રહ્મ-આત્મા આકાશપુષ્પની જેમ અસત્ ખની જાય ! કદાચ સત્ ચિરૂપ કહે। તે એને કોઇ જ્ઞાન હેાય, પણ વિષય વિના એનામાં ચિદ્રુપતા યાને જ્ઞાનસ્વરૂપ શું? તે જાણવાની કૈાઇ વસ્તુ જ નથી, તેા જાણુકારી શી ? વળી એ મેાક્ષ એટલે સ જીવાત્માને એક જ શુદ્ધ બ્રહ્મરૂપ બનવાનું કહે છે, પરંતુ એમાં તે એવા એક જ પરમબ્રહ્મના અશરૂપ સવ જીવાત્માઓના લય થઈ ગયા વિના કેાઈની પણ સપૂર્ણ મુક્તિ શી રીતે ?
બૌદ્ધો કહે છે, મેાક્ષ એટલે, ક્ષણિક આત્માની સંસારકાળમાં ચાલતી જે વિજ્ઞાનક્ષણ–પર’પરા વિષયાકારથી કલુષિત છે, એ હવે તદ્દન સ્વચ્છ થઇ નિરાકાર ચિટ્સ તતિ=વિજ્ઞાનધારા નિરુપપ્લવ=નિવિષયકરૂપે ચાલે એ મેાક્ષ; અથવા સમૂળ ક્ષણેારચ્છેદ યાને વિજ્ઞાન-ધારાના આત્યન્તિક નાશ એ મેક્ષ.’ આ મત પશુ ઠીક નથી, કેમકે વિજ્ઞાનધારા જે નિરાકાર-નિવિષયક છે,