________________
ઉચ્ચ પ્રકાશના પંથે
' યાને
શ્રી પંચસૂત્ર–વિવેચન આત્માની વિકૃત દશા :
આત્મા અનાદિ અનંતકાળથી આ વિરાટ વિશ્વમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ પણ કેવું દુઃખદ! એનું પોતાનું વિશુદ્ધ અનંત જ્ઞાન–વીર્ય–સુખાદિમય, સહજ સ્વરૂપ દબાઈ જઈ વિકૃત બનેલા એને અજ્ઞાન-દુર્બળદુખિત વિટંબણામય ચોરાશી લાખ યૂનિઓમાં પુનરપિ જનનું પુનરપિ મરણું કરવા સ્વરૂપ ! કે જેમાં રેગ–શોકદારિદ્રય, ઈષ્ટવિગ–અનિષ્ટસંગ, માન-અપમાન-તિરસ્કાર, ભય ચિંતા–સંતાપ આદિ પીડાઓને પાર નથી ! અહ-મમના સાચાં સ્થાન ભૂલ્યા –
આત્માની આ વિકૃતિ અને પરિભ્રમણ શા કારણે ? કર્મના જબરદસ્ત બંધનોની જકડામણના કારણે. કર્મ બંધાવામાં કારણભૂત પિતાની અજ્ઞાન તિમિરમય વિપર્યાસ દશા છે, અવળી મતિ છે. આત્મા પિતે “અહં” “મનાં સાચા સ્થાનને ભૂલ્યા છે. આત્માને બદલે માટીની કાયાને