________________
૪૫૪
[પંચસૂત્ર–પ પદાર્થોની ઈચ્છાઓ તો એકવાર નિવૃત્ત થઈ અને પદાર્થો મળ્યા, પણ સ્પૃહાની જડ નિવૃત્ત નથી થઈ, તેથી અસ્પૃહા નથી મળી. ત્યારે સ્પૃહા છે ત્યાં દુઃખ જ છે, કેમકે, હજી તે પૂર્વ ઈચ્છા પૂર્ણ નથી થઈ, ત્યાં તો એ નવી ઈચ્છા ઉત્પન્ન થઈ સંતાપની અખંડધારા ચાલુ રાખે છે! જેમ સઈને દીકરો જીવે ત્યાં સુધી શી; અથવા સોની-લુહારને જ એજ એરણ ને એજ હથોડી કપાળે લખાયેલી! એને અંત જ ન આવે ! તેમ સંસારી જીવને જન્મ જન્મ ઈચ્છાઓ કર્યે જવાની અને એને પૂરવા એણે ઝઝૂમ્ય જવાનું! જુઓ વિટંબણા! તેને બદલે અનિચ્છાની નિસ્પૃહપણાની જે સ્પૃહા, એ પૂરાય તે નિસ્પૃહપણું સિદ્ધ થાય પછી તો કાંઈ જ સંતાપ નહિ, બસ પરમ શાંતિ અને અપાર સુખ! કેમકે કશું જોઈતું નથી. પછી વિહૂવલતાસંતાપ-ઉચાટ શા ? એટલે સત્તરસે કામના રહે એના કરતાં હવે એક નિષ્કામપણાની ભાવના થાઓ, “કે મારે એક પણ કામના ન જોઈએ” જ્યારે આ નિષ્કામની ઈચ્છા પૂર્ણ થાય એટલે તે તે નિષ્કામ બની ગયે હવે તેને કેઈ વિષયની કે કેઈ કષાયની જરૂર નથી, તેથી તે અનંત સુખ મેળવે છે.
આત્મામાં અનિચ્છાની ઈચ્છા ક્યારે સિદ્ધ થાય તે વીતરાગ બને ત્યારે વીતરાગતા વિરાગ વિના ન આવે, અને વિરાગમાં અંશે પણ ઈચ્છાઓ ઓછી થવી જોઈએ. તેનું પહેલું પગથિયું સામાન્યતઃ પહેલે ગુણઠાણેથી શરૂ થાય છે, અને એ ઉત્કૃષ્ટતઃ વિકસ્વર સાતમે ગુણઠાણે બને છે
ભાવશવૃક્ષયાદિથી જ શ્રેષ્ઠ સુખ- જગતમાં સર્વ શત્રુના ક્ષયમાં, સર્વ વ્યાધિના નાશમાં,