________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૨૩ આરાધનાથી ખેંચાઈ આવે છે; તથા તે પછી સમ્યક્ પ્રવર્તે છે અને આકુળતા વિના એ ફળે છે
વિવેચનઃ સમગ્ર જ્ઞાન-ક્રિયાનું સ્વરૂપઃ
“જ્ઞાનવિયાખ્યાં ક્ષ જ્ઞાનક્રિયાથી મોક્ષ એ સૂત્રમાં “જ્ઞાન – શું ? અને “ક્રિયા કેવી? એ બતાવતાં અહીં કહે છે કે (૧) પૂર્વોક્ત આરાધનાઓને અતીવ શ્રદ્ધાસંપન્ન સમ્યગૂ બાધ એ “જ્ઞાન” છે, કેમકે ઈષ્ટ વસ્તુતત્વને જણાવનારૂં જે જ્ઞાન એ જ જ્ઞાન કહેવાય છે, અને (૨) કિયા તે છે કે જે આવી જ્ઞાન–દશામાં શુભગ સિદ્ધ થાય છે, અર્થાત્ આ લેક પરલેકમાં ઈષ્ટહિતને પેદા કરનાર શુભ પ્રવર્તન નીપજે છે. એ શુભ ચોગમાં સમ્યફજ્ઞાનદશાના અવલોકનથી ભિન્નભિન્ન અનુબંધે કેવા, એ અંગે નિપુણ નિરીક્ષણ છે. જ્ઞાનદશાથી જોયા કરે છે કે આ શુભક્રિયા વખતે હૃદયમાં અનુબંધભાવ કયા પડી રહ્યા છે? જે ભાવ વિશુદ્ધ હશે તો શુભાનુબંધવાળું પુણ્ય ઊભું થશે. પણ જે કઈ વિષય, કષાય કે કિયાના ખેદ વગેરે ભાવ આવ્યા તો તે અશુભાનુબંધ નાખશે. માટે વિશુદ્ધ ભાવનું લક્ષ સચોટ રહે એ રહેતું હોવાથી ત્યાં સર્વે ઉચિત જ વાતવસ્તુને સ્વીકાર મુખ્ય હોય છે; એથી કઈ અનુચિતને સ્વીકાર નથી કરવામાં આવતું. તે જ એ શુભગ જ્ઞાનદશાને ગણાય. નહિતર જે અનુચિત આચરાતું હોય, ઉચિતતાની બેપરવા હોય, તો જ્ઞાનદશા શી ? અજ્ઞાન મૂઢ પણ એવું આચરે છે. ત્યાં દિલમાં અશુભાનુબ ધ છે.
- પ્રવે-જ્ઞાનની આટલી બધી કડક ઉચ્ચ ભૂમિકા કેમ બાંધે છે કે ત્યાં અનુચિત જરા ય ન ચાલે?