________________
अ६८
[ પંચસત્ર-૪ વિરોધના આચરાવી દે છે. પણ સેપક્રમ કર્મવાળાને પુરુષાર્થ એ કર્મના વિપાકેદયને અટકાવી ક્ષપશમ પમાડી દે છે, તેથી વિરાધના થતી નથી. આ સૂચવે છે કે સમ્યગ્યદર્શનાદિ બીજ પ્રાપ્ત હેય એને દોષથી બચવા પુરુષાર્થ તો હોય જ, ઉપેક્ષા ન હોય, નહિતર ઉપેક્ષા–બેપરવાઈમાં તે બીજ જ પ્રાપ્ત શાનું?
પ્રવચનમાતા -આ પ્રમાણે દીક્ષા લઈ સમ્યફક્રિયામાં જોડાયેલે આત્મા વિકસતા શુદ્ધભાવ અને મહાસત્ત્વના પ્રભાવે વિપર્યાસ ન પામતે, સમદષ્ટિ, ગુરુપ્રતિબદ્ધ, ગુરુકુળસેવી, તત્વદશી, શિક્ષારક્ત, નિરાશંસ, મત્રવત્ સૂત્ર–અધ્યેતા, કિલષ્ટ કર્મના અભાવે અવિરાધક અને શાક્ત આદેશ બરા પાળનાર, એ કેવો હોય ? તો કે અષ્ટ પ્રવચનમાતાને સભ્યપાલક હેય.
પ્રવચન” એટલે શ્રી સર્વજ્ઞ ભગવાનનું ચારિત્રદેશક વચન (આજ્ઞા). એમજ પ્રવચન એટલે આજ્ઞાએ ફરમાવેલું ચારિત્ર. એ બાળ જેવું છે. એને સાચવનાર માતા જોઈએ, તે પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિ, એ આઠ પ્રવચનની માતા કહેવાય છે. એ પાંચ સમિતિએ સમિત. અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત હાય. સમિતિ–ગુપ્તિનું ખૂબ ચોકસાઈથી–ચીવટથી પાલન કરે
સમિતિ એટલે સમ્યગૂ –ઉપગ અને મર્યાદાવાળી પ્રવૃત્તિ. આત્માને એમાં દોષ ન લાગવા દેવાની સાવધાની (જાગૃતિ) હોય, અને પ્રવૃત્તિ મર્યાદાવાળી હોય ગુપ્તિ એટલે ગોપન, નિવર્તન, શાસ્ત્ર સમિતિને પ્રવૃત્તિરૂપ અને ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય સ્વરૂપ કહી છે. ગુનિમાં જેમ અશુભ થકી અને અનાવશ્યક થકી પાછા હટવાનું છે, તેમ શુભ અને આવશ્યકમાં પ્રવૃત્ત પણ થવાનું છે.