________________
સૂત્ર-૪
प्रव्रज्या-परिपालनम् ॥ (૧) વિધિફળ સન્ક્રિયા: ભાવશુદ્ધિ-મહાસત્ત્વ-અબ્રાન્તિ,
ઈષ્ટ સિદ્ધિ सूत्र-स एवमभिपव्वइप समाणे, सुविहिभावो किरिआफलेण जुजइ । विसुद्धचरणे महासत्ते न विवज्जयमेइ ।
અર્થ તે આ રીતે પ્રવ્રજયા લીધા પછી સમ્યગ ગ્રહણવિધિના પ્રભાવથી ક્રિયારૂપી ફળને સંબંધ પામે છે. વિશુદ્ધ ચારિત્રવાળે અને મહાસત્વશીલ (આત્મા ચારિત્રમાં) વિપર્યય (ભ્રમ)ને વશ થતું નથી.
વિવેચન -સાધુ-ધર્મની આત્મામાં પરિભાવના કર્યા પછી શું કરવું તે પૂર્વના ૩ જા સૂત્રમાં બતાવ્યું, અર્થાત્ વિવિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી તે કહ્યું. હવે આ દીક્ષિત થયેલાએ ચારિત્રજીવનમાં કઈ કઈ સાધના કરવી અતિ આવશ્યક છે, તે ચોથા સૂત્રમાં બતાવે છે. વિધિફળ સકિયાઃ
તે મુમુક્ષુ પૂર્વે કહેલી દીક્ષા-ગ્રહણની સમ્યગ વિધિથી ચારિત્રી બનેલ સુવિધિના અર્થાત દીક્ષાની પ્રશસ્ત ગ્રહણ-વિધિના પ્રભાવે સમ્યફક્રિયારૂપી ફળને પામે છે. ગ્રંથના પ્રારંભે કહ્યા મુજબ આ પદાર્થો આ જ ક્રમે પ્રાપ્ત થાય છે, એટલે કે