________________
૨૩૫ ઉત્થાન કે વૃદ્ધિ થાય, કલહ-કુસંપાદિ જાગે, પાપની નવી તરકીબ મળે, એવું પ્રેરનારો વચન વ્યવહાર એ પાપોપદેશ છે. એને ત્યાગ કરવો. 8 (iv) રાધિકરણ-પ્રદાન ત્યાગ અધિકરણ એટલે, ૧ કલહ-કંકાસ-ચડાકતરી ન કરવી; અને ૨. પાપસાધનો દા ત. ઘંટી–હળ-હથિયાર, મુશળ-ગરછેકે, ચાકુ-કાતર-દાતરડું, સાબુ-ખાર–એસીડ વગેરેના દેવામાં પહોળા ન થવું; કેમકે એની પાછળ મોટી વહિંસા છે. એમ વિલાસી ચિત્ર—નેવેલ વગેરે ન વસાવવા, કારણ કે એ ખોટે મેહ ઉત્પન્ન કરનારા છે. - આ રીતે હિંસા-ચોરી–પરસ્ત્રદર્શન – અનર્થદંડમાંથી કાયાને અટકાવી શુભ પ્રવૃત્તિમાં જોડવી; ને જિનાગને કહેલી રીતિનીતિના અનુસારે જીવરક્ષા, દાન–શીલ–તપ, દેવભક્તિ, ગુરુસેવા, જિનવાણ-શ્રવણ, શાસ્ત્રાધ્યયન, તીર્થયાત્રા, સામાચિક–પષધ-પ્રતિક્રમણ, પરમેષ્ઠિસ્મરણ વગેરે શુભ અનુષ્ઠાનેમા પ્રવર્તમાન રાખવી.
(૨૧) લાભારિત દાન–ભેગાદિ सूत्र-तहा लाहोचिअदाणे, लाहोचिमभोगे, लाहोचिअपरिवार, लाहोचिअनिहिकरे सिआ।
અર્થ–તથા આવકને અનુસારે દાન કરનાર, આવકને અનુસારે ભેગાભેગ કરનાર, આવકને અનુસારે પરિવાર માટે રાખના, (અને) આવક મુજબ મૂડી સંઘરના બને.
વિવેચન –સાધુધર્મ યાને સર્વ પાપનિવૃત્તિની ભૂમિકા માટે જરૂરી જેમ અહિંસાદિ ગુણો છે, ગુણોની અત્યંત ઉપાદેયઅદ્ધિ છે, જિનાગમનું ગ્રહણ–ચિંતન અને ઉત્કૃષ્ટ મૂલ્યાંકન છે, અકલ્યાણમિત્ર ત્યાગ, લોકવિરૂદ્ધ ત્યાગ કલ્યાણમિત્ર સેવન વગેરે.