________________
૧૧૬ सूत्र-जावज्जीव मे भगवंतो परम तिलोगनाहा अणुतरपुण्णसंभारा, खीणरागदोसमोहा, अचिंतचि तामणी, भवजलहिपोआ, एगतसरणा, अरहंता सरणं ॥
અર્થ –જીવનભર મારે ભગવાન પરમ ત્રિલોકનાથ, ઉત્કૃષ્ટ પુણ્યસમૂહવાળા, રાગ-દ્વેષ–મોહનો ક્ષય કરી ચુકેલા, અચિંત્યચિંતામણિ, ભવસાગરમાં જહાજ, એકાંત શરણ કરવા ચોગ્ય અરિહંત દેવે શરણ છે. આવશ્યકતાને ખ્યાલ આવે. આમ કર્મ–કષાયનો ભય અને એથી મુક્ત કરનાર અરિહંતાદિ ચાર પ્રત્યે રક્ષણની તીવ્ર શ્રદ્ધા અને ગરજ,-એ ત્રણ ભેગા થઈને સાચે શરણનો ભાવ ઊભું થાય.
શરણ-સ્વીકારને ઉચ્ચ ભાવ લાવવા માટે અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે મરણ–શય્યાએ પડેલો માણસ કેટલા બધા ગદ્ગદ અને કકળતા હદયે અરિહંતાદિનું શરણું સ્વીકારે છે? એનું કારણ, પિતાના માનેલા બધાં જ સગાંસ્નેહી અને કાયા સુધીની પિતાની બધી માલમિલ્કત વગેરે કોઈજ પિતાને રક્ષણ. આપી શકતા નથી.”—એ નજરોનજર દેખાય છે. પિતાને હવે તરતમાં પરકમાં જવાનું છે, એ હકીકત મન સામે તરવરી રહી છે વળી જીવનભર આચરેલા પાપે પર દિલ કકળતું છે. આ પરિસ્થિતિમાં દેખાય છે કે પરલેકમા રક્ષણ આપી શકે તો તે માત્ર અરિહંતાદિ ચાર છે બસ, તો પછી આવા અંતકાલે સ્વીકારાતાં શરણની જેમ જ ચાલુ જીવનમાં પણ એ પરિસ્થિતિ મનમાં લાવી, દા. ત., કેને ખબર પછીની જ ઘડીએ હું જીવંત હાઈશ કે કેમ ?' એમ સમજીને, એ જ પ્રમાણે ગદ્ગદભાવ વગેરે સાથે શરણ સ્વીકારવાં જોઈએ.