________________
મારી વિચારસરણી હેવી જોઈએ.” આ જે નિર્ધાર રખાય, પરમાત્મા યથાસ્થિત વસ્તુવાદી છે તો તે રીતે જે એ સ્વીકારાય, તે મેહની પ્રબળતા ન રહે. પછી કદાચ મેહનું દેણું ભરવું પડે, પણ તે છૂટવા માટે, વળગવા નહિ મેહને આધીન ન બને, પણ મેહ ઉપર પાકે તિરસ્કાર રાખે. આંતર શત્રુ જે ક્રોધ તે કદાચ માંહી ઉદયમાં આવે, પણ બહારથી આંખ પણ લાલ થવા ન દે. કષાયના ઉદય વખતે જાગ્રત્ રહે. કષાયના ઉદયને આત્મવીર્યની સહાય ન દે. મોહના પગ એ ભાંગે, પણ મોહ એના પગ ન ભાગે.
ચાર વિશેષણવાળા પરમાત્મા ત્રણ ભુવનના ગુરુ, ત્રણે લોકના જીવને હિતકારી, એક માત્ર શરણ, એ જ પિતા, માતા ભ્રાતા અને ત્રાતા છે. અરિહંતને “અહંત પણ કહેવાય છે, અ–હંત એટલે જેમનામાં નાનો સરખો પણ કર્મને ફણગ ફેટે નહિ, કર્મને અંકુરો ઊભો થાય નહિ તે. તેમ અરિહંતને “અરહંત' પણ કહેવાય છે; અ-રહંત એટલે જેના કેવળજ્ઞાન આગળ બધું પ્રગટ છે કાઈજ રહસ્ય અજ્ઞાત છુપું નથી તે.
પ્રશ્ન-જે વીતરાગ સર્વજ્ઞ છે, તે યથાર્થ વસ્તુ કહેનારા તો છે જ, તો જુદું વિશેષણ કહેવાની શી જરૂર?
ઉત્તર–અમારે જરૂર નથી, પણ જેઓ અસત્ વસ્તુ સ્વીકારે છે તેના નિષેધ માટે આ વિશેષણ છે. તેઓની આ અસત્ માન્યતા છે કે “વસ્તુ વાણને વિષય જ નથી, શબ્દ અને અર્થને સંબંધ જ લાગી શકતો નથી, તેથી વસ્તુને યથાર્થ કહેનારા કેઈ હાઈ શકે જ નહિ પણ જે વસ્તુ અને શબ્દને સંબંધ જ ન હોત તો અમુક સંકેતેલા શબ્દથી અમુક જ વસ્તુ કેમ જણાય?