________________
(૧૭) દ્વેષ ભસીને કાટનારે ફરે છે, જ્યારે રાગ પગ ચાટીને ફૂંકી ફંકીને બચકું જોરથી ભરનારે છે. પહેલાં ખબર જ ના પડે. સંયોગના વિગે રાગની ખબર પડે, ને ત્યારે રાગ ઊછળે છે. (૧૮) જીવ રાગના પાત્ર માટે કઈ પાપ અને ઘસાવાનું કરી છૂટે છે છેષ પિોષવા તે ઘસારો ન ય વેઠે. (૧૯) ક્રષ દુર્ગુણ છે એ હજી ખબર હશે, પણ રાગ એ આત્માને સ્વભાવ નથી, કિંતુ દુર્ગુણ છે એ ખબર નથી. (૨૦) દ્વેષ દીર્ઘકાળ રહે તે કેટલીક વાર ગમતું નથી પણ રાગ લા રહે તે ગમે છે. પણ (૨૧) એક જ વસ્તુ પર રાગ કાયમ ટકતે નથી; કારણ કે એ સ્વભાવ નથી. વળી રાગને વફાદાર રહી શક્તા નથી તે જ્યારે રાગને વફાદાર રહી શકાતું નથી, ત્યારે રાગ ધરે શા માટે? એનું કારણ જણાતું નથી, અને રાગ કર્યા વિના રહી શકાતું નથી. છેડવો પડશે એ ચોક્કસ છે. (૨૨) શ્રેષ ચેતાવી દે છે, જ્યારે રાગ ઊંઘાડી દે છે. (૨૩) રાગ સર્વથા ભયંકર ! તે ગયે એટલે તો બધી ભયંકરતા ગઈ. ક્રોધ, માન, માયા, લોભ, બધાય રાગની સેવામાં, અને રાગને મજબુત કરનારા. (૨૪) રાગને લીધે મિથ્યા મતિ ટકે, અને મિથ્યા મતિથી રાગ પિષાય. રાગની વસ્તુ પ્રાપ્ત કરવા, સાચવવા, ભોગવવા, કંધ, માન, માયા, અને લેભ છૂટથી કરાય છે. રાગના પાત્ર પર કાં કામવાસના, કા નેહ, કા દષ્ટિરાગ રહેવાને; રાગની વસ્તુ અંગે હાસ્ય અને આનંદ (રતિ), ઉદ્વેગ (અરતિ) અને શેક, રાગની વસ્તુ અંગે ભય ..એમ રાગ પાછળ તેફાન ઘણુ ! દ્રષ પાછળ એટલા ન પણ હોય. (૨૫) આઠ કર્મની જડ મેહનીય; અને મેહનીચની જડ રાગ. મેહનીયની બધી પ્રકૃતિનાં મૂળમાં રાગ.