________________
ગમે; (૭) દ્વેષ કરે પડે છે; જ્યારે રાગ સહેજે થઈ જાય છે. (૮) હજીયે સમજુ માણસને કદાચ ષ ગમતું નથી, અગ્ય લાગે છે, પણ રાગ અગ્ય ક્યારેય લાગતું નથી. કેમકે (૯) દ્વેષથી પરિણામે નુકસાન સમજાય છે; રાગથી નુકશાન થાય છે તે સમજાતું નથી. હજીય દ્વેષ ભયંકર લાગે, રાગ ભયંકર લાગતો નથી. રાગમાં ખરાબી જણાતી નથી. (૧૦) “ઢેષ ન કરીશ” એમ હજીય જગત કહે; “શગ ન કરીશ—એમ જગત નથી કહેતું, એ તો વીતરાગનું શાસન કહે છે. (૧૧) છેષ દુર્ગાન કરાવે છે એમ હજીય લાગે, પણ રાગ તેથી વધારે દુર્થાન કરાવે છે એમ લાગતું નથી. (૧૨) દ્વેષ જાણકારીમાં પેસે છે, રાગ બીન–જાણકારીમાં પેસે છે. શ્રેષગુસ્સે થતાં માલુમ પડે છે, માટે તો એ ઢાંકવા મેઢાને, આંખને દેખાવ પ્રયત્નથી ફેરવી નાખવો પડે છે. પણ રાગ પિસતો દુશ્મન તરીકે, કે દુર્ગણ તરીકે માલુમ જ પડતો નથી, સહેજે ખુશીનો દેખાવ થાય છે. (૧૩) ષ હિંસા સુધી પહોંચે ખરો, પરંતુ તે પૂર્વે જીવ જે પરિણામ વિચારશે તો કદાચ પસ્તાશે અને હિંસાથી અટકશે. રાગ તો ઠેઠ આત્માની ભાવ–હિંસા સુધી પહોંચશે, અને અટકવાની વાત નહિ. (૧૪) રાગ કરનારને અને રાગના પાત્રને બંનેને ભાવથી સ્વાભાહિંસા થાય છતાં ખબર પડતી નથી, અને રાગની અંધતામાં પડશે પણ નહિ. (૧૫) રાગમાં બંને ભાન વિના ફસાય છે, કેઈ પશ્ચાત્તાપ નહિ; દ્વેષની પાછળ બંનેને ભાન અને પસ્તાવાને અવકાશ રહે છે. (૧૬) દ્વેષનું પાત્ર આપણા પ્રત્યે દ્વેષી તરીકે રહે તે ગમતું નથી, પણ રાગનું પાત્ર આપણુ પ્રત્યે અખંડ રાગી રહે એવું જોઈએ છે. અર્થાત્ રાગીપણું છૂટતુંય નથી, અને બીજાનું પણ રાગપણે છૂટે તે ગમતું નથી.