________________
૭૮
છે. શુભ અધ્યવસાય (ભાવ) ઉચ્ચ કેટિનાય અશુભ કર્મો તોડે છે, અને શુભ ફળ આપે છે, ત્યારે અશુભ ભાવ અધમ કેટિના ચીકણાં પાપ કર્મ બંધાવે છે. અધ્યવસાયનો મહિમા જુઓ કે
ક્યારેક દેખાવમાં બહુ હિંસા કરનારો એટલે નીચે જતો નથી, તેથી વધારે નીચે હિંસાની ઉગ્ર ભાવનાવાળે જાય છે. તંદુળિયા મચ્છને બહુ જ નાની કાયા, શક્તિ બહુ ઓછી, એથી દેખીતી હિંસા અ૫, છતાં પણ પાપના વિચાર એટલા બધા હલકા કે એ મરીને નરકે જાય. અહીં એમ ન વિચારવું કે “ત્યારે તો હિંસા કરવામાં વાંધો નહિ, ભાવ શુદ્ધ રાખશું.”—આ ખોટી માન્યતા ન ધરવી, કેમકે હિંસાની ક્રિયા પણ હિસાના ભાવને પોષનારી છે; કારણ જીવ એમાં લાભ દેખે છે, એથી હિંસા પર રાગ થાય છે એટલે રાગથી નવી નવી હિસાની ભાવના જાગે છે જ. આ બહુ ભયંકર છે. હિંસા તો હજી ય કઈક જ વખતે થાય, જ્યારે હિંસાની ભાવના સદા જાગ્રતું રહે છે. કિયા કરતાં પણ ક્રિયાની ભાવના, લેડ્યા, પરિણામ, અધ્યવસાય વધારે સબળ વિકસેલા અને દીર્ધાયુષ્ક, દીર્ઘકાળ રહેનારા હોય છે. એમાં જે શુભ ક્રિયાના સારા અભ્યાસથી શુભ ભાવ વધારે સબળ હોય, તો તે અશુભ કિયા વખતે પણ અશુભ ભાવને સારી રીતે દબાવે છે દા. ત. ક્રિયા તો ખાવાની થતી હોય પણ જે ગુરુના વિરાગ્ય–નીતરતા ઉપદેશની શ્રવણકિયા બાદ એના સ્મરણથી આહારની સંજ્ઞા ઉપર જુગુપ્સા થાય “રસને અને આહારને હું ક્યારે ત્યાગ કરીશ!” એવી ઝંખના વારંવાર રહેતી હોય, તે તે ઝંખના આત્માને બચાવનાર થાય છે. કમમાં કમ હૃદયના ભાવ તે આહાર–સંજ્ઞાને કાપવાના જોઈએ, પિષવાના ન હોવા જોઇએ.