________________
પંચસૂત્ર-૧ લું
(પાપપ્રતિઘાત-ગુણબી જાધાન) णमो वीअरागाणं सबण्णूणं देविंदपूडआणं जहटिअवत्थुवाइणं तेलुकगुरु अरहताणं भगवंताणं ।
અર્થ–વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રોથી પૂજાયેલ, યથાસ્થિત વસ્તુ વાદી ત્રણલોકના ગુરુ અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું.
વિવેચન :-હવે પંચસૂત્રની શરૂઆત થાય છે, તેમાં “નમો વાયરાગાણું એ પહેલું વાક્ય ઍન્થના મંગળાચરણનું છે શુભ કાર્યના પ્રારંભે મંગળ તો ખાસ કરવું જોઈએ, જેથી વિદન દૂર થાય. શુભ કાર્ય કરતાં જ વિદને નડે છે, માટે જ ત્યાં મંગળ જોઈએ. અશુભ કાર્ય કરતાં વિન નડે તે સારું, જેથી અશુભ કરતાં અટકીએ; પણ અશુભમા તો વિદનો ન આવીને પાપની સગવડ કરી આપે છે! એ વાત અજ્ઞાની સમજતો નથી તેથી અશુભથી શા સારુ પાછો હટે ? મંગળ એ વિદનોનો નાશ કરે તેવું કૌવતવાળું છે. મંગળ ઈષ્ટ દેવતાના સ્મરણથી યા નમસ્કારથી થાય. જગતમાં દેવાધિદેવ અરિહંત વીતરાગ પરમાત્મા એ સર્વશ્રેષ્ઠ ઈષ્ટદેવ છે, તેમને કરેલો એક નમસ્કાર પણ વિદનેને નાશ કરવા પૂરત છે. ભાવનું મહત્વ : ક્રિયાને ટેકે :
વીતરાગ પરમાત્મા અનંત ગુણોના અને અનંત જ્ઞાનના ધણું છે. એવા એમનું વિશુધ્ધ ધ્યાન, અને ઉચ્ચ કોટિને એમને સંક૯૫ એ ઘણા કર્મની નિર્જરી કરાવવાના સામર્થ્યવાળે છે. પણ એ નમસ્કાર ભાવથી થ જોઈએ. જેટલી ભાવમાં કમીના તેટલી જ ફળમાં કચાશ. ભાવમાં કચાશ રહે તે દેષ આપણે