________________
૫૪
તુચ્છ વાત હાય પણ માયા ન છોડે. તુચ્છ માન, આબરૂ, અ૯૫ વખાણ, તૃણ જેટલી શાબાશી મેળવવા માટે ય માયા કરતાં સંકેચ ન થાય. ભવાભિનંદીતાને મહાન દુર્ગુણ માયા. જેને સંસાર બહુ ગમે તે માણસ માયા કે જે સંસારની માતા છે, તેને કેમ ન સાચવે છે ખૂબી જુઓ, લેભની રતિને ભવાભિનંદિનું અપલક્ષણ કહ્યું, પણ લેભને નહિ ! જ્યારે શઠતાની રતિને દુર્ગુણ કહેવાની જરૂર ન પડી. પણ શઠતાને જ દુર્ગુણ કો. એ સૂચવે છે કે ખાલી લેમ તેવા સંસારરસિક નહિ બનાવે, જેવી શઠતા સંસારરસિક બનાવશે. શઠતા યાને માયા ખતરનાક છે.
માયા માણસને કેવો પકડમાં પકડી રાખીને એની પાસે રાત-દિવસ અંતે પોતાને જ ખતરનાક ઊંધા વેતરણની ચિંતા કરાવે છે! ત્યારે એની સામે સરળ જીવ અંતે કેવી સુન્દર ઉન્નતિ પામે એવા પવિત્ર વિચારમાં રહે છે ! એને અદ્ભુત ખ્યાલ સમરાદિત્ય ચરિત્રના અવાર કથાપ્રસંગોમાંથી મળે છે.
ચન્દ્રકાન્ત નામે એક શ્રેષ્ઠિ પુત્ર બહારગામ ગયેલ છે. એવામા એના ગામ પર ધાડ પડી છે. ચન્દ્રકાન્ત આવીને જુએ છે તો ઘરમાથી કંઈક માલ ચોરાચે છે અને પોતાની પત્ની ચંદ્રકાતાને પત્તો નથી. ગામના એક બુઝર્ગ પાસેથી જાણવા મળે છે કે આ લૂટારાઓ અવરનવર માણસને ઉપાડી જાય છે, જેથી પછી એના સગાવહાલા ઘણું ધન આપીને એને છોડાવી લાવે.
- ચંદ્રકાનતે એ પરથી ધનની થેલી લઈ પિતાના નોકરને સાથે લીધું. એને ભાતાયેલી પકડાવી. ચાલતાં-ચાલતાં રસ્તામાં નોકરની બુદ્ધિ બગડેલી તે કઈ પ્રપંચથી ધનથેલી ચાઉં કરી