________________
પ્રશસ્તિ
પ ઇ., ભાવનાના મહિમાથી રાગ-રોષ વગેરે શત્રુસેન્યના લડવૈયાઓ ક્ષય પામી જાય છે. અંતરમાં બે પ્રકારનાં યુદ્ધ ચાલતા જ હોય છે. એક બાજુએ ચારિત્રરાજનુ લશ્કર અને બીજી બાજુએ વૃદ્ધ મહામોહરાયનું લશ્કર એનુ અનાદિ યુદ્ધ ચાલતું હોય છે મેહરાય પિતાના બે પુત્ર–રાગકેસરી અને શ્રેષગજેન્દ્ર(રાગ ને રોષ)ને પિતાનું લશ્કર સોપે છે પણ જરૂર પડે તે ઘરડે ઘડપણે બે હાથમાં બે તરવાર લઈ વૃદ્ધ મોહરાજ પોતે પણ ઊતરી પડે છે. એના કષાય, નોક્યાય આદિ અનેક લડવૈયાઓ–નિકે છે. ભાવનાના મહિમાથી આ સર્વ લડવૈયાઓ પ્રથમ નાસભાગ કરે છે, પછી છુપાઈ જાય છે અને ભાવનાનું બળ વધી જાય તે અંતે ક્ષય પામી ખલાસ થઈ જાય છે. અન્યત્ર આ યુદ્ધનું વર્ણન થઈ ગયુ છે.
, એ ભાવનાઓના મહિમાથી એક છત્ર માલસામ્રાજ્યરૂ૫ આત્મઋદ્ધિ સ્વાધીન થાય છે. આ આત્મઋદ્ધિને કે સામ્રાજ્યને પરિચય કરાવવા હવે બાકી રહેતી નથી.
આવી ભાવનાઓને તમે ભાવે-સે-આદર એમાં કઈ વાત બાકી રહેતી નથી. દુર્થોનની નાની વાતથી માડીને તેને દૂર કરવાથી આદરેલી શ્રેણી અને આત્મદ્ધિ ઘેર લાવીને સિદ્ધિસામાન્યલક્ષમી અપાવે છે. આથી વધારે શું જોઈએ ?
૩. શ્રીહીરવિજયસૂરિ સેળમી સદીમાં થયા તેમના જીવનવૃત્ત માટે જુઓ શ્રીહીરસૌભાગ્ય કાવ્ય. એમનો જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ (વીર સંવત્ ૨૦૫૩), દીક્ષા વિ. સ. ૧૫૬, આચાર્યપદ વિ. સ. ૧૬૧૦, સ્વર્ગગમન વિ. સ. ૧૬પર. એમણે પાદશાહ અકબરને જૈન તત્વજ્ઞાન સબધી માહિતી આપી હતી.
એમના સબ ધી શ્રીવિદ્યાવિજયજીનો ‘સૂરીશ્વર અને સમ્રા ગ્રથ વાચવા યોગ્ય છે તેઓ તપગચ્છની ૫૮મી પાટે ગચ્છાધિપતિ થયા છે.
એમને બે શિષ્ય હતા• શ્રી વિજય વાચક અને શ્રી કીતિવિજ્ય વાચક. વાચક એટલે ' ઉપાધ્યાય. આ બન્ને સસારીપણે પણ ભાઈઓ હતા, એક માબાપના પુત્રો હતા એમ આ શ્લોકથી જણાય છે.
૪. એ પછી શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય શ્રીવિનયવિજય ઉપાધ્યાયે આ શાંતસુધારસ ગ્રથ બનાવ્ય, ર.
મૂળમાં “સં ' એમ લખ્યું છે તેનો અર્થ “વિચાર”, “અવલેક્યો’ એમ થાય છે આ શબ્દ લેખકમહાત્માની નમ્રતા સૂચવે છે
પ. પુસ્તકલેખનની સાલ અ કના ઊલટા કમમાં આપવાનો રિવાજ પ્રચલિત છે. પિગળમાં પણ બે અંક થાય ત્યારથી તેની ગતિ વામ કરવાનું જણાવેલ છે
એ સજ્ઞાજ્ઞાન માટે એકાક્ષરી કેશ જેવો. અહીં જે ચાર સત્તા આપી છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે. શિખી ( અગ્નિ) ૩, નયન (આંખ) ૨ સિધુ (સમુદ્ર) ૭, શશી (ચંદ્ર) ૧