________________
' શાંતસુધારસ
૪૪
આ ટાગણમાં એક નવું દૃષ્ટિબિન્દુ છે. ઉદાસીનભાવ કેળવનાર સ્વભાવત- પાપમાર્ગે જઈ શકતો નથી અને આ લાભ પણ ઘણો મટે છે. મનમાં ગમે તે હેતુ ધારીને ઉદાસીનવૃત્તિ કેળવવાની જરૂર છે.
આ ચારે ગભાવનાને અને માનસશાસ્ત્રને ખૂબ અભ્યાસ કરવાની જરૂર રહે છે. મનનું કાર્ય કેવી રીતે થાય છે, વૃત્તિ કેમ ઉદભવે છે, એની વાસના કેવી રીતે રહે છે અને એને કબજામાં લાવવા કેવા પ્રયત્ન કરવા પડે છે એ સર્વને હિસાબ આ ચારે ભાવનામાં સારી રીતે થાય છે.
ચારે ભાવનાથી આત્માની ભૂમિકા ખૂબ ઊચી થાય છે એ ભાવના ભાવતા ચિત્તમળ દૂર થાય છે અને વ્યવહારની ચાલ શ્રેણીથી ઊંચે ઉડ્ડયન કરવાનુ આતરસામર્થ્ય પ્રાપ્ત થાય છે. જ્યાં પ્રાણીને પોતાના સ્થાનનો ખ્યાલ થવા માટે, અનંત વિશ્વમાં પિતાની લઘુતા જણાય, જ્યા વિચારણાનું ક્ષેત્ર વિસ્તારવાળુ બનતુ જાય ત્યા પછી એ નજીવી બાબતોમાં પડતું નથી અને ઉચ્ચગ્રાહી આત્મા ઉરચ આદર્શ તરફ પ્રયાણ કરતો જાય છે એને વિજ્ઞાનપદ્ધતિએ રચાયેલા માર્ગે ચાલવાનું મન થાય છે અને એનુ સાધ્ય તરફ પ્રયાણ સ્પષ્ટ હોય છે.
પ્રયાણના માર્ગો સર્વના જુદા જુદા હોય, પણ સાધ્ય તો સર્વનુ એક હોય છે અને ત– અવિનશ્વર સુખપ્રાપ્તિ અને દુખને હમેશને માટે ત્યાગ માર્ગને આખો નકશો વિશિષ્ટ ચોગગ્ર શોમાં બતાવ્યા છે અને ત્યાં પસદગી માટે અવકાશ પણ પૂરતો આપવામાં આવ્યો છે.
ઉદાસીનભાવ પીયૂષનો સાર છે, ખૂબ આનદમાં લય કરી દે તેવો અને ચાલુ વ્યવહારમા ભાત પાડે તેવો છે. એ ભાવ વર્તે ત્યારે આ તરમાથી રાગદેપ નાશ પામતો જાય છે અને વૃત્તિઓ પર કાબૂ આવે છે ગીરાજ આન દઘનજી “મન સાધ્યું તેણે સઘળું સાયું” એ નાના સૂત્રને જે મહત્ત્વ આપે છે તેનો ઉદ્દેશ આ ભાવને ખીલવવાનો છે. મને એક વખત કાબૂમાં આવી જાય એટલે સર્વ પ્રકારનો આનદ સર્વ સ યોગામાં વતે છે.
આવી રીતે આ ચાર ગભાવનાઓ ધર્મધ્યાનની સાથે અનુસધાન કરાવનાર છે એનાથી આત્મનિશ્ચય થાય છે, વિષય તરફના મોહને વિલય થઈ જાય છે, યોગચિતા સ્થિર થાય છે, મેહનિદ્રા ઊડી જાય છે અને છેવટે એનુ આત્મતેજ એટલું વધી જાય છે કે આ સ સારમાં એ મુક્તના જેવી સ્થિતિ અનુભવે છે.
અહી આ અત્યંત વિશિષ્ટ ભાવનાનો વિષય ઉપાધ્યાયજી પૂરો કરે છે. પ્રશસ્તિમાં પ્રસ્તુત હકીકત રજૂ થશે. આ ચેાથી ભાવનાથી ભાવિત ચેતન યોગમાર્ગે પ્રગતિ કરે એટલું ઇચ્છી અત્ર વિરમીએ.
इति माध्यस्थ्यं. १६