________________
માધ્યસ્થભાવના
હોય એની વાત સાભળે યા નજરે જુએ ત્યારે જેની વૃત્તિમાં ઉશ્કેરણી ન થાય તે મધ્યસ્થભાવ પામ્યો છે એમ સમજવું. આ ભાવે પહોચવાની આપણી ભાવના છે
સદગુણી પ્રાણી વેશ્યાગમન કરનારની, રાત્રે રખડનારની કે દારૂ પીનારની વાત સાભળે ત્યારે એ પ્રાણી તરફ એને તિરસ્કાર આવે, પર તુ આ પ્રસંગે મધ્યસ્થવૃત્તિવાળો પ્રાણી આવા નીતિભ્રષ્ટ પ્રાણીઓની પણ ઉપેક્ષા કરે. એ વિચારે કે એના કર્મ એ ભોગવશે, એ સબ ધી આપણે ઉશ્કેરાવાથી લાભ શો ?
પ્રાણીને યોગ્ય માર્ગ બતાવવાના પ્રયત્નને આમાં બાધ નથી. જેમાં ઉપાય ચાલે તેવુ ન હોય અથવા કરેલ ઉપાય નિષ્ફળ નીવડેલ હોય ત્યા મધ્યસ્થભાવ રાખવાનો છે. એના તરફને તિરસ્કાર નિષ્ફળ છે, નકામે છે, આપણને રાગ-દ્વેષમાં નાખનાર છે અને પરિણમ વગરને છે.
અત્યંત પાપી માણસને જોઈ આપણે ઉકેરાઈએ તેમાં વળે શું ?
આ પ્રશ્ન ધાર્મિક બાબતમાં વધારે અગત્યનો છે ધર્મની નિદા કરનાર, ગુરુની નિદા કરનાર કે તદ્દન નાસ્તિક હોય તેના તરફ પણ મધ્યસ્થભાવ રાખવાની જરૂર છે. એ પ્રાણીને જેટલો વિકાસ થયો હોય તેટલો જ તે વાવી શકે. એને ધર્મમાર્ગમાં સ્થિર રાખવા જરૂર પ્રયત્ન કરવો, એને મુદ્દાઓ સમજાવવા પણ અંતે એણે ન સમજવાનો નિશ્ચય કર્યો હોય તો તેને છોડી દે એની ખાતર મનને ઊ ચું–નીચુ કરવાની જરૂર નથી આ ભાવ જે બરાબર સમજવામાં આવે તો પરમત-સહિષગુતાને ગુણ સહેજે પ્રાપ્ત થાય તેમ છે માધ્યચ્ય સમજિનાર પરમત સહી શકે છે, એ સર્વત્ર સત્ય જેવા પ્રયત્ન કરે છે એ પિતાના મુદ્દા કરતા અન્ય મુદ્દાઓમાં સત્યાંશ હોવાનો અસ્વીકાર ન કરે. મધ્યસ્થભાવ બીલે તે ધર્મના અનેક ઝગડાઓ દૂર થઈ જાય ખાસ ધર્મ જેવી વિશાળ બાબતો દુનિયાદારી ઝગડાઓથી દૂર જ રહેવી ઘટે. એને બદલે અત્યારે સર્વ ઝગડાઓ જાણે ધર્મમાં જ આવી ચઢયા હોય એવું દેખાય છે એ મધ્યસ્થભાવની ઉપેક્ષા છે, ઉપેક્ષાની પણ ઉપેક્ષા છે અને ઊડી ધાર્મિક વૃત્તિના પાયા વગરનું ચણતર છે
જ્યારે કોઈ પ્રાણી તમારી આગળ પોતાની મોટી મોટી વાતો કર્યા કરતો હોય, સાધારણ બનાવને મોટુ રૂપ આપતો હોય, પોતે આગેવાન હવાને ન ટકે તેવો દાવો કરતે હોય અને સાધારણ બનાવ પોતાના સ બ ધમાં બન્યું હોય તેને અતિશયોક્તિથી મોટા રૂપકો આપતો હોય ત્યારે પ્રથમ દૃષ્ટિએ કા તો તમને હસવુ આવે અથવા ધૃણા ઉત્પન્ન થાય જેમ માણસ નાના વર્તુળમાં ફરનાર હોય છે તેમ તે આત્મપ્રશંસા વધારે કરે છે. અજ્ઞાન અને આમપ્રશસા સાથે જ જાય છે. નાના ગામડાના પાચ ઘરની નાતને શેઠ પોતાની જાતની નાતા કરે ત્યારે આકાશના તારા જ ઊતરવા બાકી રહે છે આમાં ઉદાસીનતાને છાટે નથી અને મધ્યસ્થતાને સવાલ જ નથી, પણ આવાની વાતો સાંભળવામાં આવે ત્યારે મનની સ્થિરતા રાખવી અને તેના પર ગુસ્સે ન થતા એની પામરતા વિચારવી એ મધ્યસ્થ દશા છે