________________
૪૦
બાતમુવાસ
આ ઘણી પ્રગતિમય સ્થિતિ છે. સામાન્ય વ્યવહારમાં પ્રાણી પભાવ સાથે એટલો તે એકરૂપ થઈ જાય છે કે એને જુદા પાડે એ લગભગ અશકય વાત બની જાય છે.
જાહેર સભામાં કે મેળાવડામાં તમારુ ગેરવાજબી રીતે અપમાન કરનાર તરફ પણ મધ્યસ્થવૃત્તિ રહે, એની વાત વિચારતા પેટમાંથી પાણી પણ હાલે નહિ અને એની ચર્ચા કરતાં ઉશ્કેરણી થાય નહિ ત્યારે માધ્યચ્ય આવ્યું છે એમ સમજવુ.
એ મધ્યસ્થવૃત્તિ આવે ત્યારે તે નીતિ (પોલિસી) તરીકે નહિ પણ સર્ગિક શુદ્ધ વિચારણાને પરિણામે આવવી ઘટે એ વિચારકને એમ થાય કે તું કોણ? તારું અપમાન શુ ? તને માન કેવુ ? જે સમાજ કે વલમાં તુ માન માને છે તેની સ્થિતિ કેટલી ? તાગ સ્થિતિ કેટલી અને જે માન મળશે તેને અને તારે જ્યારે તું અહી થી જઈશ ત્યારે અને ત્યારપછી શો સ બ ધ રહેશે ? આવા આવા વિચારોને પરિણામે એના મનમાં માધ્યચ્યા આવે છે અને પછી ચિર અભ્યાસથી વાર વારના આગેવનથી જામી જાય છે. છેવટે એ એને સ્વભાવ બની જાય છે જ્યારે પ્રાણીમાં ધાર્મિક વૃત્તિ વધી હોય છે, પણ વિવેચનશક્તિ ખીલી હોતી નથી ત્યારે એ કોઈને હિસા કરતો સાભળીને ઉશ્કેરાઈ જાય છે. શરૂઆતમાં ધાર્મિક વૃત્તિ સર્વદા ઝનૂનનુ રૂપ લે છેકોઈ પણ પ્રકારના પાપને અટકાવવા પ્રયત્ન કરવાની પ્રત્યેક પ્રાણીની ફરજ છે, પણ પ્રયત્ન કરતી વખતે અથવા તેમાં નિષ્ફળતા મળ્યા પછી ચિત્તવૃત્તિ પર કાબૂ રાખવો એ મુશ્કેલ છે. એ ભાવ ચીવટથી આવે છે, ખીલવવાથી વધે છે અને અભ્યાસથી જામે છે એ ભાવને માધ્યશ્ય કહેવામાં આવે છે. કાનાણમા શ્રીગુભદ્રગણિ બહુ સક્ષેપમાં નીચેની વાત કરે છે.
क्रोधविद्धपु सत्त्वेपु, निस्त्रिंशकरकर्मसु । मधुमांससुरान्यस्त्रीलुम्धेवत्यन्तपापिपु ॥ देवागमयतिव्रातनिन्दकेप्वात्मशसिपु ।
नास्तिकेषु च माध्यस्थ्य, यत्सोपेक्षा प्रकीर्तिता ॥ ક્રોધી પ્રાણીઓ ઉપર, નિર્દયપણે ઘાતકી કર્મ કરનારા પર, મધ, માસ, મદ્ય (દારૂ) અને પરસ્ત્રીમાં લુબ્ધ પ્રાણી ઉપર, અત્ય ત પાપી પ્રાણીઓ ઉપર, દેવ, આગમ (શાસ્ત્ર) અને સાધુસમુદાયની નિદા કરનાર પ્રાણીઓ ઉપર પિતાની પ્રશંસા કરનારા પ્રાણીઓ ઉપર અને નાસ્તિક પ્રાણીઓ ઉપર જે રાગદ્વેષરહિત ભાવ – મધ્યમાં વૃત્તિ રાખવી તેને ઉપેક્ષા કહેવામાં આવે છે”
આ વર્ણનમાં કહેલા પ્રત્યેક પ્રકારના પ્રાણી ઉપર ઊચુ મન થયા વગર રહેવું મુશ્કેલ છે સદ્દગુણી સ્વભાવવાળા પુરુષ અહિસાના નિયમને બરાબર સમજનાર હોઈ જ્યારે અન્ય પ્રાણી નિયપણે વધ કરે છે એમ સાભળે ત્યારે એના મનમાં જરૂર રોષની લાગણી થઈ આવે. પર તુ એક માણસે દશ-બાર ખૂન કર્યા હોય કે પાચ-પચાસ જનાવરને શિકાર કર્યો