________________
માધ્યધ્યભાવના
૪૭૩
સમયે છાપવા માડયો તે પિકી એની જેટલી ક્રિયા એક સમયમાં શરૂ થઈ તે તેટલા પૂરતી તે સમયમાં પૂરી થઈ ગઈ આ વાત સમયનો ખ્યાલ કરતા સમજાય તેવી છે. એક સેકન્ડમાં ૧૮૦૦૦૦ માઈલ ચાલવાવાળે પ્રકાશ માર્ગના પ્રત્યેક પરમાણુને સ્પર્શીને જ ચાલે છે, પણ જે સમયે એ અમુક પરમાણુને સ્પર્શવા લાગે તે જ સમયે તેને સ્પર્શે છે. આ સાદુ પણ સમજાય તેવું સૂત્ર છે
જમાલિ એ સમય જેવા બારીક વિભાગને લગાડવાનું સૂત્ર મોટી બાબતને લગાડવા ગયો. એ માદો થયે ત્યારે સ થારો કરવા શિષ્યને કહ્યું પોતાને દાઉજવર થયો હતો. તેણે “સથારો કર્યો ? એમ પૂછતા “હા, ક” એમ સાભળતા ત્યાં જઈને જોયુ તો હજુ સથારે પૂરો થયો નથી તેમ જોઈને એને સૂઝ પડી કે શ્રી મહાવીરને સિદ્ધાત કરવા માડયું તે કર્યું ” એ છે તે ખોટે છે.
આ એનો ઓખો મતિ ભ્રમ હતો એને પૃથક્કરણ કરતા આવડયુ નહિ સ થારો કરે- વાની ક્રિયાના અવયવો પાડીને એ પ્રત્યેક નાના અવયવને એ સિદ્ધાન્ત લાગુ કરત તો એ સમજી શકત, પણ તાવના જોરમાં એને ભ્રમ થયો અને વીરને સિદ્ધાન્ત ખોટો છે એવા તકને એણે સિદ્ધ માન્યો.
આ શાસ્ત્રીય વિષયને વધારે લ બાવ, સ્થળસ કોચને કારણે ઉચિત નથી તે વાતનો સાર એ છે કે પિતાનો શિષ્ય અને સ સારપક્ષે જમાઈ જમાલિ હતો એને એના ખોટા સિદ્ધાંતથી રેકવાને ભગવાન પોતે શક્તિવાનું ન થયા આમાં અશક્તિનો સવાલ નથી, પણ ગાઢ મિથ્યાત્વમાં પડેલાની કદાગ્રહવૃત્તિનું જ્ઞાન પોતાને હતુ તેથી એની ભવસ્થિતિ સમજી ભગવાન ઉદાસીન રહ્યા
આવી રીતે ઉત્સવ બોલનાર, ધમને વગોવનાર અનેક પ્રાણી તરફ ખેદ થાય તેવું છે કેટલાક ધર્મને નામે દુકાનદારી ચલાવે છે, કેટલાક ઘર્મને નામે રળી ખાય છે, કેટલાક ધર્મ સિદ્ધાતોને મરડીમચડી પિતાને અનુકૂળ અર્થ કરે છે અને કેટલાક અનેક પ્રકારે ધર્મ સાથે ચેડા કાઢે છે, પણ આપણ ગજુ શુ ? આપણને સાભળનાર કોણ છે? બનતા શાંતિમય પ્રયાસ કર્યા પછી નિરાધ ન થાય તો વિચારવું કે જે કાર્ય ભગવાન પોતે ન કરી શક્યા તે તુ કેમ કરી શકે ?
મતલબ, એવા ધર્મને મલિન કરનાર તરફ પણ માધ્યચ્યભાવ રાખવો એ એના કમેને વશ છે અને એવી બેટી પ્રરૂપણ કરનાર કે સમાજને સમજણ વગર ચકરાવે ચઢાવનાર જરૂર પોતાના કર્મફળ ભોગવશે એમ વિચારી પોતાના મનને અસ્થિર થવા ન દેવુ નિર્જીવ બાબતેના ઝગડા ઉપસ્થિત કરી સમાજના ટુકડા કરાવનાર તરફ અ તે ઉદાસીનભાવ રાખવો
૬૦