________________
ગેયાષ્ટક : માધ્યચ્યભાવના
૧. વિનય! અતિ પ્રધાન ઉદાસીનતાના સુખનો તું અનુભવ કર, નિરંતર અનુભવ કર. એ ઉદાસીનભાવનું સુખ પરમ કલ્યાણની સાથે સ ગતિ કરાવી આપનાર છે, સર્વ સુવિહિત શાસ્ત્રોનો સાર છે અને ઈષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે, માટે એ ઉદાસીનતાના સુખને અનુભવ.
૨. પરચિતાના વિકલ્પજાળને તજી દે અને તારું પિતાનુ અવિકારી તત્ત્વ (આત્મસ્વરૂ૫) ચિંતવ. કોઈ માણસ (ઘણુ) બોલે છે પણ કાટાવાળા કેરડાને માત્ર ઉપાર્જન કરે છે અને કેઈ બીજો આબા(નાં ફળ)ને એકઠા કરે છે – ચૂટે છે.
૩. જે કઈ (પ્રાણી)ને હિતનો ઉપદેશ કરવામાં આવે ને તેને તે સહન કરી લે નહિ - તેના ઉપર રુચિ પણ આણે નહિ, તો પણ તેના ઉપર તુ કેપ કર નહિ. પારકા માણસ સબ ધી અર્થ વગરની નિષ્ફળ ચિતા કરીને તુ શા માટે તા. પિતાના સુખને નાશ કરે છે? | ૪. કેટલાક મૂMશિરોમણિઓ સુશાસ્ત્રવિહિત હકીક્તને તજી દઈને સૂત્રસિદ્ધાતવિરુદ્ધ ભાષણ કરે છે તેને માટે આપણે શું કરીએ? સુદર દૂધ છોડી દઈને તેઓ ખરેખર મૂત્ર પીએ છે
૫. જે પ્રાણી જે ગતિમાં જવાનું હોય છે તેને અનુસારે તેની ચિત્તવૃત્તિઓ પરિણામ પામે છે તે તુ કેમ જોઈ શકતો નથી? અને કયા પ્રાણીએ ક્યાં અને કેવા થવુ, પિતાની ભવિતવ્યતાને પ્રકાર કેમ મુકરર કરે તે સ બ ધમાં તારાથી કોઈ પણ પ્રકારની અટકાયત થવી દુષ્કર છે (આ હકીકત તુ કેમ જોઈ શક્તો નથી? કેમ જાણી શકતું નથી ? કેમ ઘટાવી શકતો નથી ?).
૬. ચિત્તને પસંદ આવે તેવી સમતાને હૃદયથી રમાડ અને માયાના જાળાઓને ખલાસ કરી દે. પુદગલની તાબેદારી તુ તદ્દન નકામી કરે છે. કેમ કે તારુ આયુષ્ય તો મર્યાદિત વખત માટે જ છે (માટે તુ ઉદાસીનતાના સુખને અનુભવ કર.)
૭. આ (ઉદાસીનતા અથવા અદર બેઠેલો ચેતનરામ) કોઈની સાથે સરખાવી ન શકાય તેવું (અનુપમ) તીર્થ છે, સદા જાણી શકાય તેવું ચેતન (જીવન) છે, અતરની અંદર બિરાજમાન થયેલ છે, અતિ રમણીય છે અને શુદ્ધ પરિણામમય છે તેને તુ વાર વાર સ્મરણપથમા લાવ, તેને યાદ કર. તેને ધ્યાવ એથી ચિરકાળપર્યત શાશ્વત સુખને હે જીવ! તુ પ્રાપ્ત કરીશ
૮. એ (દાસીન્સ) પરબ્રહ્મરૂપ ચેતનભાવનુ પરમ સાધન છે, એ સ્પષ્ટરૂપે કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. અહ વિનય ! આ શાતસુધારસ, જેમાં જ્ઞાનનું વિવેચન-પૃથક્કરણ કરવામાં
આવેલ છે, તેના પાનને તુ નિરતર કર (અથવા વિનયે કરેલા કે વિનયપૂર્વક કરેલા વિવેચન* વાળા જ્ઞાનમય આ શાતસુધારસના પાનને તુ કર, તુ એનું પાન કર, તુ એને પી)