________________
કરુણાભાવની
४६१
અને દુખ એક મનની કલ્પના જ હોય છે. અમુક વસ્તુની ગેરહાજરીને લીધે એક પ્રાણીનું મન મોટુ ભય કર દુખ માની લે અને બીજાને તે જ બાબત કઈ જરા પણ મહત્ત્વની લાગતી ન હોય. નાની નાની જરૂરિયાતો અને જેલમાં તેના અગેના મનસ્વી હુકમો જુદા જુદા કારાવાસીઓના મન પર કેવી અવનવી અસર કરે છે તેને અહી જાતઅનુભવ થાય છે મન પર અકુશ જેટલે અંશે આવે તેટલે અંશે આ બાબત ઘટતા મહત્વવાળી લાગે છે. કરુણું પાત્ર લાગતા પ્રાણીઓના મનમાં જે આ પ્રકારની વિચારણું આવી જાય અને તે પ્રાણી મન પર અકુશનુ ચાતુર્ય પ્રાપ્ત કરે તો દુનિયાનાં દુ ખ ઘણા અલ્પસ ખ્યક બની જાય.
આપણે હવે સમુચ્ચયદષ્ટિએ કરુણાભાવનાનો વિચાર કરીએ. દુનિયામાં ચારે તરફ દુખ, ઉપાધિ અને ત્રાસોમાં સબડતા પ્રાણીઓ જોવામાં આવે છે. એની દુ ખ મુક્તિના ઉપાયો જવા એ કરુણાભાવના છે. એના કેટલાક ઉપયુક્ત પ્રસ ગો વિચારીએ.
અનેક પ્રાણીઓ તદ્દન નિરાધાર જોવામાં આવશે જેમના માતાપિતા ગુજરી ગયા હોય, ઊંચે આભ અને નીચે ધરતી હોય, રહેવાને ઘર નહિ, પહેરવાને વસ્ત્ર નહિ, ખાવાને ચીજ નહિ અને પીવાના સાધન તરીકે એક વાટકો પણ નહિ, આવા પ્રાણીઓને જોઈ કેમ વિચાર આવ્યા વગર રહે? એનાં ઓશિયાળા ચહેરા અને અશથી ભરેલી આખો જોતા જે કરુણા ન ઊપજે તે હૃદય પથ્થરનું બનેલુ ગણાય
આવા નિરાધાર અનાથને માટે આપણી શક્તિને છુપાવ્યા વિના દુ ખનિવારણનો પ્રયત્ન સાચી કરુણા છે અને તે જ ખરી હિતાવહ છે એ નિર્વિવાદ છે
આવી ભાવના જે હૃદયમાં વર્તતી હોય તેને છેષ કે અન્યનું બૂરુ કરવાની ઈચ્છા પણ ન જ થઈ શકે એમાં નવાઈ જેવું નથી. એ નાનામાં નાના જીવથી માડીને મનુષ્ય સુધી સર્વ જીવોનાં દુ ખ વગેરે અનિષ્ટ પ્રસગો જેઈ આદ્ર થઈ જાય છે અને તેને તેમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરે છે, પેજના કરે છે, અમલ કરે છે
આ કરુણાભાવને વિશાળ દૃષ્ટિએ વિચારવામાં આવશે તો એ શાતરસ છે, અમૃતના પ્યાલા છે, આન દોદધિના ઉછાળા છે, પ્રેમના પરિસ્પન્દો છે, હષને તેમાં સર્વથા બહિષ્કાર છે અને વિજયમાર્ગે પ્રયાણ છે એમ જરૂર લાગશે શ્રીવિનયવિજયજી કહે છે કે–આવા અનુપમ શાંતરસનું તમે પાન કરે, સક્રિય પાન કરો
इति करुणाभावना. १५.