________________
કરુણાભાવના
૪૫૭ થાય છે ત્યારે તેમને વિષે તેથી વિધી ઘેરબુદ્ધિ કેવી રીતે રહે? આ પ્રમાણે વરબુદ્ધિ જતી રહેવાથી આ ભાવના વડે છેષરૂપ મળને પણ બાધ થાય છે, તેમ જ દુખીની અપેક્ષાથી પિતે સુખી છે એમ જાણવાથી બહુ ઐશ્વર્યવાળો છું, અનેકગસાધનસ પન્ન છુ, સિદ્ધ છુ, બળવાન છુ ” વગેરે પ્રકારનો દર્પ (ગર્વ) પણ જતો રહે છે, કારણ કે સર્વ પ્રાણીને આત્મવત્ ગણી થતી દયા આ પ્રકારની અન્ય પ્રતિ થતી તિરસ્કારબુદ્ધિની વિરોધી છે આમ આ ભાવના પરાપકારેચ્છા, ૫. દર્પ વગેરેની પરિપથી હોવાથી સાધકે અવશ્ય આદરવા ચેચ છે. એ ભાવનાની સિદ્ધિથી પણ ચિત્ત એના વિરોધી દોષથી રહિત થવાથી પ્રસન્ન થાય છે.
કરુણાભાવનાને આ આદ યોગી પત જલિને છે એમ એના ટીકાકારો જણાવે છે મૈત્રીભાવથી પ્રેમ વિશ્વવ્યાપી થતા રોગ દૂર થાય છે અને અસૂયા અને ઈર્ષ્યા નામના દુર્ગણે પર વિજય થાય છે કરુણાભાવથી પરપ્રાણીને આત્મવત્ ગણવાની વૃત્તિ થતા કેપ દૂર થાય છે અને પરિણામે ક્રોધ અને માન નામના દુર્ગુણો પર વિજય થાય છે. રાગ અને દ્વેષ પર વિજય થવાથી ચિત્તને ડાળી નાખનારા બે ભય કર તો પર સામ્રાજ્ય આવે છે અને આ રીતે રાગ અને દેશના વિજય દ્વારા જ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરાય છે ચિત્તસ્થિરતા ચોગમાં પ્રથમ સ્થાન લેંગવે છે અને એ સમાધિ આદિ વિશિષ્ટ ગામમાં પ્રવેશ કરવા માટે ખાસ જરૂરની હાઈને આ રીતે સિદ્ધ કરી શકાય છે
- આ ચારે ભાવનાનો યોગને અંગે ઉપસ્થિત થતો પ્રસગ ખાસ આકર્ષક હોઈને એનો વિચાર અહી સક્ષેપમાં ટપકાવી લઈએ આથી ચારે ભાવનાને ગદષ્ટિએ ખ્યાલ પ્રાપ્ત થઈ જશે
પ્રથમ પદના ૩૩મા સૂત્ર( પાતંજલ યુગદર્શન)નું અવતરણ કરીએ એ સૂત્ર આ પ્રમાણે છે –
मैत्रीकरुणामुदितोपेक्षाणा सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातः चित्तप्रसादनम् ॥ ३३ ॥
સવાથ:-“સુખી, દુખી, પુણ્યવાન અને પાપી માણસ ઉપર અનુક્રમે મૈત્રી, દયા મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્ત પ્રસન્ન થાય છે” આ સૂત્ર ઉપર સ્વામી બળરામ ઉદાસીનરશ્ચિત ટીકાનું ભાષાતર કરતાં શ્રી છોટાલાલ સવાઈલાલ વોરા પૃ –૧૦૦ (પાત જલદર્શનપ્રકાશ)માં જણાવે છે કે – (લ બાણ ઉતારો છે તે પૂરે થશે ત્યા નિર્દેશ કરવામાં આવશે) “જે પુરુષ સુખગસ પન્ન–સુખી છે તેના પર મૈત્રીની ભાવના કરવી, જે પુરુષ દુખી છે તેના પર કૃપાની ભાવના કરવી, જે પુણ્યશાળી છે તેના પર મુદિતા(હ)ની ભાવના કરવી અર્થાત્ તેને જોઈ આન દિત થવું અને જે પુરુષ પાપાચરણવાળો છે તેના ઉપર ઉપેક્ષા એટલે ઉદાસીનતાની ભાવના કરવી અર્થાત તેથી સાથે ઉદાસીનભાવથી વર્તવું.
૫૮ -