________________
પર
શાંતસુધાર થઈ ગયા છે; તમે કૃતાંતથી કાયર થઈ ગયા છે, તમે આટા મારીને થાકી ગયા છે, તમે
જીવનકલહની ચિતામાં ગૂંચવાઈ ગયા છો, તમે આધિ, વ્યાધિ અને ઉપાધિના ભોગ થઈ પડ્યા છો, તમે વ્યવસ્થિત નિર્ણયને અભાવે અથડાઈ પછડાઈ રહ્યા છે, તમે સાધ્ય અને હેતુ વગરની પ્રવૃત્તિમાં મશગૂલ થઈ ગયા છે, તમે સ્પર્ધા, ઈર્ષ્યા અને શોકના વાતાવરણમાં ભાન ભૂલી ગયા છો, તમે આવા આવા અનેક સ્થળ અને માનસિક, સાચા અને કપેલા વ્યાધિઓમાં પડી ગયા છે. આ તદ્દન સાચી વાત છે.
આ પત્રકમા પાના ભરાય તેટલા વ્યાધિઓ લખાય તેમ છે, પણ તેની હવે જરૂર નથી. આ સર્વ શા માટે? તમે આમ કેમ ભૂલા પડી ગયા? કયાં ચઢી ગયા ? કયાં દેડવા જાઓ છે ? શા સારુ દોડાદોડી કરે છે? દેડીને ક્યાં પહોંચશો? તમારી ફાળ કેટલી લખાશે? અને છેવટે શુ ? આ તે કોઈ વાત કરો છો? તમારા જેવા પ્રાણી આટઆટલા વ્યાધિઓ મુ ગે હોઢે સહન કરી જાય છે તે કાઈ ચલાવી લેવા જેવી વાત છે?
ત્યારે કરવું શુ ? અરે ભાઈ! આમ ચિતા કરશે કે મૂઝાશે એમાં કોઈ વળશે નહિ. કેઈ વ્યાધિને પારખી શકે એવા ચતુર વૈદ્યને શોધો તે વૈદ્યને જે બરાબર નિદાન આવડશે તો તમારા વ્યાધિને પારખી એ તમારી ચિકિત્સા કરશે વ્યાધિમાં સાક્યા કરવું એ તમારા જેવાને ઘટે નહિ અને પ્રગતિઈકને તે પાલવે પણ નહિ.
વૈદકના ધ ધામા સાચા વૈદ્ય હોય તે દવા કરતા પહેલા વ્યાધિ શો છે તેને નિર્ણય કરે છે વૈદ્યની ખરી કિ મત નિદાન કરવામાં છે. નિદાન જેને આવડે તે ચિકિત્સા તો તુરત કરી શકે છે. તે એવા વૈદ્યરાજને શોધી કાઢ કે જે તારો આ કરુણ પ્રસ ગેનુ નિદાન બરાબર કરે, તારા વ્યાધિના મૂળને શેધી તને ઉપાય બતાવે, એટલે તારા વ્યાધિઓ હમેશને માટે ચાલ્યા જશે. તુ સદાને નીરોગી બનીશ.
અમે તપાસ કરી તો અમને જણાવ્યુ છે કે પ્રાણીઓના વ્યાધિઓ તીર્થ કરદેવને બરાબર સમજાયા છે તેઓ તેનું નિદાન અને તેની ચિકિત્સા બરાબર જાણે છે. એ ઉપરઉપરની દવા કરનારા નથી, એ વ્યાધિને મૂળમાંથી કાઢી નાખનાર છે અને ચેતનને સ્વાથ્ય આપનાર છે. અમે તને એ વૈદ્યરાજને આશ્રય કરવા ભલામણ કરીએ છીએ અમારે આગ્રહ એને માટે ખાસ નથી, પણ અમારો અનુભવ તને જણાવીએ છીએ તુ વૈદ્યને શેધ ત્યારે પણ બરાબર સાવધ રહેજે જ્યા ત્યા ભરાઈ પડીશ તો વ્યાધિ કરતા ઉપાય વધારે ભય કર નીવડનારા થઈ પડવાને સંભવ છે ગમે તેમ કર, પણ વ્યાધિમાં પડી ન રહે, નકામો સબડક્યા ન કર, સિદ્ધવૈદ્યની સલાહ લે અને તારા વ્યાધિઓ હમેશ માટે દૂર કર. ચેતનના આરોગ્યની જરૂર છે અને તે વિશિષ્ટ વૈદ્ય દ્વારા પ્રાપ્ય છે
૮. છેવટે ભવિષ્યકાળમાં લાબી નજરે તમને ખૂબ હિત કરે તેવું એક વચન તમે સાંભળો એ વચન વિનયે કહેલું છે અથવા વિનયપૂર્વક બેલાયેલું છે