________________
૪૩૦
શાંતસુધારસ
પ્રમોદભાવ સ્ત્રીપુરુષના ભેદને વિસરાવે છે, મહાન સહિષ્ણુભાવ પ્રાપ્ત કરાવે છે, નિરર્થક કથની કે નિદામાથી બચાવે છે, ઈર્ષા–અસૂયાને ભુલાવી દે છે, માત્સર્યાને ખસેડી નાખે છે, પશુન્ય કે અન્યાયને પાદપ્રહાર કરે છે, કલહ-કકાસને તિલાંજલિ આપે છે, મનને વિશાળ બનાવે છે, કલ્પનાશક્તિને તીવ્ર બનાવે છે, વિચારણાશક્તિને વેગ આપે છે અને સંકિલષ્ટ ભાવ, તુચ્છતા કે મંદતાને દૂર કરી દે છે.
એકાતમાં બેસી જરા ચેતનરામ સાથે વાત કરીએ, જે મહાપુરુએ એને જે છે, જાયે છે તેને યાદ કરીએ, દુનિયાની જ જાળમાથી જરા મુક્ત થઈ કઈ પર્વતના શિખર પર કે ગિરિક દરામાં કે વનપ્રદેશમાં બેસી જરા મહાપુરુષોના ચગાન ગાઈએ, ત્યા બેસી અબ હમ અમર ભયે ન મરેંગે' એવા ભાવો ગાઈએ, એના ગાનારને યાદ કરીએ, નિશદિન એને રટણ કરીએ ત્યારે જે અનિર્વચનીય આહલાદ થાય તે વચનાતીત છે, શબ્દાતીત છે, વર્ણનાતીત છે.
મનને વિશાળ કરનાર, આદર્શને નિર્મળ કરનાર, દુનિયાના સત્ત્વશાળી પુરૂને પોતાની કૂખમાં લાવનાર, સદા ઉજ્જવળ બાજુ ઉપર લક્ષ્ય રાખનાર પ્રમોદભાવમાં શાંતસુધરસની જમાવટ છે, રેલછેલ છે, આન દમહોદય છે અને પ્રગતિમ દિરતું તે ખરુ સોપાન છે. શ્રીમદ્વિનયવિજય ઉપાધ્યાય પ્રમોદપૂર્વક પ્રમોદભાવમાં લીન થવા પ્રેરણા કરે છે. એ માર્ગે પ્રગતિ કરી ધર્મધ્યાનનું અનુસંધાન કરો.
gતિ પ્રમીવના, ૨૪. ,
જિહ્વા ડાહી થઈને ગુણીના ગુણનું પ્રેમ કરજે ગાન, અન્ય-કીતિને સાંભળવાને સજજ થજો અને કાન; પ્રૌઢ લક્ષ્મી બીજાની નીરખી નેત્રો તુમ નવ ધરજો રે, પ્રદભાવનાભાવિત થાશે તો મુજને તુમથી સંતપ.
૫ અમૃતવિજયજી