________________
પ્રમોદભાવની
૧. અહો વિનય ' તુ ગુણોના તરફ પરિપૂર્ણ પ્રમદભાવ ધારણ કર. પોતાના સુદરકૃત્યને
પરિણામે અન્ય પ્રાણીઓમાં જે પ્રાધાન્ય પ્રાપ્ત થયેલુ દેખાય તે તરફ પૂર્ણ સતેષ દાખવ અને તેના તરફની ઈર્ષ્યા (અદેખાઈ)ના દેષને દૂરથી છોડી દે અને ગુણરાગનું વિભાવન કર, કેઈ નસીબદાર અનેક પ્રકારના દાનો ખૂબ આપે છે, કોઈ આ સંસારમાં ખૂબ માનને પ્રાપ્ત કરે છે–એ સર્વ ઘણુ મજાનુ છે આવી રીતે પારકાના ઉત્કૃષ્ટ ભાગ્યના સબધમાં તુ એવા પ્રકારના વિચારે શા માટે નથી કરતો કે જેથી કરીને તેમના સારા
કૃમા ભાગ પડાવવાને તને પણ લાભ મળી જાય? ૩. - જે (મહાપુરુ)ના મન વિકાર વગરના થયેલા છે, જેઓ આ પૃથ્વી ઉપર રહીને જગતનો ઉપ
કાર કરી રહેલા છે એવુ ઉચિત આચરણ કરનારાઓના નામે અમે વાર વાર જપીએ છીએ. આહાહા ! એક સહનશીલતા ગુણ જ અન્ય કેઈની સાથે સરખાવી ન શકાય તે છે (અસમાન છે) એ મુક્તિ પ્રાપ્ત કરવાના પરમ સાધન ગુણને તુ તીથ કર દેવામાં નિહાળ એવા ક્ષમાગુણ વડે ક્રોધનો ક્ષય થવા સાથે વૃદ્ધિ પામતા કર્મોનાં મૂળ કારણો
પણ એક્રમ ઘટવા મડી જાય છે. ૫. કેટલાક ગૃહસ્થો પણ પરસ્ત્રીનો ત્યાગ કરીને અતિ ઉદાર શ્રેષ્ઠ શીલને ધારણ કરે છે
ન ફળે તેવા આબાના ઝાડને ફળ બેસે તેવો તેમનો પવિત્ર યશ અત્યારે પણ આ સ સારમાં શભા પામે છે. જે વનિતા(સ્ત્રી)ઓ પણ બને કુળને યશપૂર્વક સુદર વજાપતાકાવાળુ કરે છે એટલે સગુણોને પરિણામે પ્રાપ્ત કરેલ યશકીર્તિથી પિતા અને સાસરાનાં – બને કુળોને અજવાળે છે તેનું દર્શન સુચરિતથી સચિત કરેલ સુવર્ણ જેવું છે અને આચરેલા
સારા કૃત્યોનું પવિત્ર ફળ છે. ૭ ‘તત્ત્વવેત્તા મહાપુરુ, સાત્ત્વિક યોગીઓ અને સજજન પુરુમા જે અલ કારરૂપ થયા
હોય, જેઓ હકીકતને સમજાવવામાં અને તે પર વિવરણ કરવામાં હસ જેવી પૃથક્કરણશક્તિવાળા હોય તેઓએ આ જગતના વિસ્તારને ખૂબ શોભાવ્યો છે તેનું સ્મરણ કરવું તે પણ ધન્ય, શુભ પ્રસંગ-મહાન શુભ અવસરનો યોગ છે. (તે ધન્ય દિવસને ધન્ય ઘડી છે જ્યારે એવા પુરુષોનું નામસ્મરણ પણ થાય.) એ પ્રકારે પરના ગુણોનું સ્મરણ કરી તેમાં આનદ માન અને તેનું ચિતવન કરવું તેને જીવનનું સારતત્ત્વ ગણીને તારા આ અવતારને નિરતર સફળ કર સારી રીતે સ્થિત થયેલ ગુણના ભડાનુ ગુણગાન કર અને શાંતસુધારસનું પાન જમાવી દે -