________________
૩૭૨
શાંતસુધારા એ પ્રકાશની તાલાવેલી લાગે તે બધિરત્નની દુર્લભતા બરાબર સમજ. ગમે તેમ કરીને ઘટમ દિરમાં દીપક એક વખત તે જરૂર પ્રગટાવ મહાપુરાગે અનેક ભવાંતરે પછી અત્યારે અનેક સામગ્રીઓ, સગવડે અને અનુકૂળતાઓ મળી છે, તેને સમજુ વેડફી નાખે નહિ કાઈ ન સૂઝ પડે તે પણ સલામત બાજુએ રહેવાથી પરિણામે બોધિરત્ન જ ઉદ્યોતને પામે, એના પર પાસા પાડે અને એની કિંમત વધારી મૂકે. આ વિચારણા કરવાની આવશ્યક્તા છે અને અત્યારે તેનો અવસર છે આખી રાત જાગ્યા પછી ખરા અણુના વખતે બગાસુ ન આવે, આળસ ન આવે, ઊઘ ન આવે એની સાવચેતી રાખવાની છે અને એ સાવચેતી ગમે તે આશયથી પ્રાપ્ત થઈ જાય તે પણ અતે બેડો પાર છે અને મનુષ્યદેહ મળ્યાનું સાર્થકય છે.
આ રીતે બાર અનુપ્રેક્ષા (ભાવના) અત્ર પૂરી થાય છે. અનુપ્રેક્ષા એટલે જેવું તે-વિચારવું તે અનુપ્રેક્ષા (ભાવના) અદરથી–આત્મદષ્ટિએ જોવાની છે. એમાં આંતર ચક્ષુ ખુલી જાય છે અને એક વાર આતરદર્શન કેઈપણ ગે થવા માંડે તો પછી માર્ગ સાપડે છે. બારે ભાવના અનુપ્રેક્ષા માટે છે. એક પણ ભાવના અ ત કરણના ઊંડાણથી વિચારવામાં આવે તો પ્રાણીના વરને ઉતારી નાખે તેમ છે એક અથવા વધારે ભાવનાને અ તર-દષ્ટિએ ભાવવી એના પુનરાવર્તન થયા કરે તેથી ગભરાવું નહિ. પુનરાવર્તન એ ભાવનાને પ્રાણ છે.
હવે બીજી ચાર ધર્મભાવના છે, ધર્મધ્યાન લાવનાર અને તેમા સ્થિર કરનાર છે. મૈત્રીભાવના પ્રાણીઓ તરફ પ્રેમ લાવનાર છે, અમેદભાવના ગુણમાં રમણ કરાવનાર છે, કરુણાભાવના હૃદયથી હિત કરનાર છે અને માયશ્ચ ભાવના હદયની વિશાળતા બતાવનાર છે આ ચારે ભાવનાના વિમળ પ્રવાહમાં આપણે હવે પ્રવેશ કરીએ છીએ.
इति चोधिदुर्लभभावना. १२
પ્રથમ નિગોદ પછી સ્થાવરતા ત્રસતા પચે દિયતા હોય, મનુષ્યપણુ પામીને ધર્મ-શ્રવણથી સમકિત પામે કેય, સુરમણિ સુરઘટ સુરતરુ મહિમા એની પાસે અલ્પ ગણાય, બધિરત્નની દુર્લભતા તે એક જીભથી કેમ કહાય ?
પં. અમૃતવિજયજી .