________________
શાંતસુધારસ
પતિના મૃત્યુથી વિધવા થયેલ કઈ રાણીએ પૂર્ણ વિરાગ્ય પામી ગુપ્ત રીતે ચારિત્ર લીધુ દીક્ષા લીધા પછી જણાયુ કે તે સાધ્વીને ગર્ભાધાન હતુ વિચક્ષણ ગુણીએ પ્રસૃતિકાર્ય ગુપ્ત રીતે કરાવ્યું પુત્ર સાપડ્યો એનુ ભુલકુમાર નામ પાડ્યું. તે બહુ ચાલાક અને ઉદાર મનનો 9 ભ ગ અને કુશળ થયો એટલે યોગ્ય વયે ગુરુએ તેને દીક્ષા આપી બાર વર્ષની વય થતા એને સસારમાં જવા ઈચ્છા થઈ. માતાના આગ્રહ સંચમાવસ્થામાં બાર વર્ષ વધારે રહ્યો માતાની ગુરુણીને આગ્રહે બીજ બાર વર્ષ રહ્યો અધ્યાપક ગુરુના આગ્રહે ત્રીજ બાર વર્ષ રહ્યો ગચ્છાધિપતિના આગ્રહે ચોથા બાર વર્ષ રહ્યો. એના દાક્ષિણ્યનો પાર નહોતો ૬૦ વર્ષની વયે સંસારમાં પડવા નીકળી પડ્યો માતાએ ચાલતી વખતે રૂમાલ અને વી ટી નિશાની તરીકે જાળવી રાખ્યા હતા તે આપ્યા તે બતાવવાથી રાજ્યનો અર્ધભાગ મળે તેમ હતુ મુલક ચાલ્યો રાજનગરે રાત્રિને વખતે પહોચ્યો.
રાજમહેલમાં નાટક ચાલતુ હતુ મુલ્લક મુનિ પણ તે જોવા ઊભા રહ્યા. આખી રાત નાટક ચાલ્યુ રાત્રિની બે ઘડી બાકી રહી ત્યારે નાચનાર વારાગનાના પગ ઢીલા પડવા માડયા રાજા-રાણી સિહાસને બેઠા હતા મિજલસ જામી હતી નગજને હજારોની સ ખ્યામાં જોવા આવેલા હતા
યુવતી વારાગના જ ઢીલી પડવા લાગી ગાઈ ગાઈને જરા થાકી. તેને બગાસુ આવ્યું તે જોઈ એની વૃદ્ધ માતા–અષ્ઠા પછવાડે બેઠી હતી તેણે નીચે પ્રમાણે ગાથા કહી •
सुह गाइयं सुह वाइयं, सुदु नच्चिय सामसुंदरी'।
अणुपातिय दीहराइओ, सुमिणते मा पमायण ॥ હે શામસુદરી ! તે સારી રીતે ગાયુ, સારી રીતે વગાડયુ, સારી રીતે નૃત્ય કર્યું, દીર્ઘાત્રિ એ પ્રમાણે પસાર કરીને હવે સ્વપ્નને (ગત્રિને) અતે – દાન મળવાને અવસરે પ્રમાદ ન કર (સાવધ થઈ )
આ ગીથા ત્યાં બેઠેલા અનેકને બ ધબેસતી આવી ગઈ ક્ષુલ્લકે વિચાર કર્યો કે સાઠ વર્ષ ગુરુકુળવાસ સેવ્યો અને હવે અવસર પાક્યો છે ત્યારે મે આ શો ધ ધ આદર્યો ? આમ વિચારી પોતાનું રત્નક બળ ઈનામમાં ફેકી દઈ પાછો ફર્યો, ગુરુ પાસે ગયા અને જીવન સફળ કર્યું બાર વર્ષથી પતિની રાહ જોઈ એક કુળવધુ પતિત થવાની તૈયારીમાં હતી તે પણ સ્થિર થઈ ગઈ એ પ્રમાણે રાજકુ વરાદિ અનેક મનુષ્ય ચેત્યા
આવો અવસર મળે છતા તેનો લાભ લેતા પ્રાણી પાછો પડી જાય છે અથવા પ્રમાદ, વિકથા કે ખોટી ચર્ચામાં મળેલ તકને ગુમાવી દે છે. મહામુસીબતે મળેલ બોધિરત્નને પેલા વિપ્રની પેઠે ફેકી દે છે અને દરિદ્રીને દરિદી જ રહે છે એને નરભવ વગેરે અનેક સગવડો, અનુકૂળતાઓ મળી તેનો એ જરા પણ લાભ લઈ શક્તો નથી.
! આપણે આ ભવ કેવી રીતે પસાર કરી દઈએ છીએ તે ખૂબ વિચારવા યોગ્ય છે. પ્રાણીઓ કદી શાતિથી પિતાની પ્રવૃત્તિને હેતુ વિચારતા નથી અને કેફમાં ચકચૂર બની