________________
૩૬૪
શાંતસુધારસ આવા મોટા સંસારઅરયમાં રખડતા નરભવની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. એ તે કેઈવાર અનંતકાળના પર્યટન પછી મળી જાય તો નસીબની વાત છે. આટલી હદ સુધીની વાત આપણે ત્વ, અને ૨ કોમા કરી ગયા છીએ.
ત્યાં દશ દષ્ટાન્તની વાત પણ થઈ ગઈ છે. એ દશ દેખાતોમાં નરભવપ્રાપ્તિની દુર્લભતા બતાવવાને મુદ્દો હતો ચક્રવતીના ઘરના ભોજનનુ દષ્ટાન્ત તેમા પ્રથમ હતું એક બ્રાહ્મણને ચક્રવતીના ઘરના ભોજનમાં જે સ્વાદ મળે તે તેની આખી રાજધાનીમાં કે અન્ય સ્થાનમાં ન મળે એ ચકવતીને રાજમદિરે ફરી જમવાને વાર જેમ વિપ્રને માટે દુર્લભ હસ્તે તેમ નરભવ આ ચકભ્રમણમા ફરીવાર મળવો મુશ્કેલ છે આટલે સુધીની વાત ત્યા જણાવી હતી.
અનેક પ્રકારના જીવોની કાયસ્થિતિમાં ફરતા અતે પચે ક્રિયપણુ, પર્યાપ્તપણુ, સશીપણું અને મનુષ્યપણું મળ્યું છે. આ મહાભાગ્યયોગ છે આટલી હકીકત ધ્યાનમાં રાખી હવે મનુષ્યપણની પ્રાપ્તિને અને વિચાર કરીએ
૩. મનુષ્ય તરીકે જન્મ થયો, પણ જે અનાર્ય દેશમાં જન્મ થાય તો ઊલટું નુકસાન થાય છે. આ ઘણો અગત્યને પ્રશ્ન છે. જન્મસ્થાન પ્રાપ્તિ એ અકસ્મા–ચોગ છતા પ્રગતિને અગે બહુ અગત્યનો ભાગ ભજવે છે. પુણ્યભૂમિ-કર્મભૂમિમાં જન્મ થવો એ પણ મહદ ભાગ્યનું પરિણામ છે.
આદેશનુ વાતાવરણ અહિસાપ્રધાન હોય છે. જન્મસ સ્કાર બળવાન પડી જાય તો પ્રયાસ અલ્પ કરવો પડે છે. ધર્મોપદેશકો અને પુણ્યભૂમિઓ જે સ્થાનમાં હોય તે આર્યદેશ કહેવાય છે. અહિસાનું સામ્રાજ્ય વર્તે અને સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહતા આદિ મૂળ ધર્મોની જ્યાં પ્રતિષ્ઠા થાય તેને આર્યભૂમિ કહેવામા આવે છે. આર્યદેશમાં ધર્મસ સ્કાર જન્મથી પ્રાપ્ત થવાના પ્રસંગો આવે છે અને બાળપણમાં જે સદ્વિચાર અને સદ્વર્તન હદય પર છાપ પાડે છે તેનું મૂલ્ય વિશેષ છે
જે દેશોમાં પારકા પ્રાણ લેવામાં અન્યાય ન મનાતો હોય, ત્યાં જીવ આપી ન શકે તેને જીવ લેવાનો અધિકાર નથી એ સિદ્ધાન્તનો સ્વીકાર ન હોય, જ્યા માંસ મત્સ્ય કે ઈડાના આહાર તરફ ધ્રુણું પણ ન હોય તે દેશને અનાર્ય ગણવામાં આવે છે જ્યા આખો જન્મારો પૈસાની જ વિચારણા હાય, જ્યા પરભવની ચિતા ન હોય, જ્યા બની શકતા મોજશેખ અહીં જ ભોગવી લેવાનાં સૂત્રો પર આધાર રખાતે હોય ત્યા-પરભવના હિતની વાત તો મુશ્કેલ જ છે આથી અનાર્ય દેશમાં જન્મ થાય તો ઘણીવાર મનુષ્યદેહપ્રાપ્તિને બદલે કાઈ મળતો નથી અને ઊલટા અનેક પ્રકાની ધમાલ કરી, અને સ સારપરિભ્રમણને રસ્તે પડવાનું થાય છે
અત્યારે પાશ્ચાત્ય દેશમા જડવાદ, સંસારરસિકતા, કાવાદાવા, જીવનલહની ભય કસ તીવ્રતા અને જીવનમાં કેફ, ઉત્તેજક્તા અને વિષમ્ય સિવાય અન્યને ભાસ થતો નથી ત્યાં