________________
બધિદુલભભાવના
૩૬૧
લાગે ત્યારે ફ ખોદવાનો કોઈ અર્થ નથી. તરસ લાગે કૃ દવા જવુ એ ડહાપણ રાડવા પછીનો ડહાપણું જેવું નકામુ છે.
જે ભાઈ! અત્યારે સેનાનો અવસર છે, શુભ ચોઘડિયું છે, અમૂલ્ય તક સાપડી છે. મુલતવી રાખવાના ફળ માઠાં થાય છે ગયેલો અવસર ફરી ફરીને આવતો નથી. ઘણી તકે મળી પણ તેનો લાભ ન લેવાય એવી તારા મનમાં “અબળખા ન રહી જાય તે વિચારજે અને ખાસ ધ્યાનમાં રાખજે કે પાણી ચાલવા માંડ્યા પછી પાળ બાધવી અશક્ય છે અને તે વખતે તે જરૂર પસ્તાવો થવાનો છે, પણ એ પસ્તાવો નિરર્થક છે તે વખતે પછી મેઢે ગ ગાજળ મૂકવામાં આવશે, ગૌદાન કરાવવામાં આવશે કે ધરમાદાની રકમ જાહેર કરવાને વ્યવહાર સાચવવામાં આવશે એમાં કાંઈ પાળ બ ધાવાની નથી, આત્મહિત થવાનું નથી સાચી સમજણ હોય તો અત્યારથી જ પાળ બાધ અને જીવનનું શ્રેય સાધી લે. આ ખાસ મુદ્દાની વાત છે
૪ ૭. તુ વિચાર કર. તારુ શરીર અનેક ઉપદ્રોને આધીન છે વ્યાધિઓની વાત ઉપર જણાવી છે અકસ્માતોનો પાર નથી. અગ્નિ, વીજળી, સર્પ વગેરે જનાવરોના ભયને પાર નથી તું ચાલ્યો જતે હોય અને મોટરનો એક આચકે આવે ત્યા ખેલ ખલાસ થઈ જાય તેવું છેરેલવેમાં ઊ ઘતા હોઈએ અને સાંધાવાળાની નજીવી ભૂલથી ગાડી ગબડી પડે છે અને રમત પૂરી થઈ જાય છે. ઘણીવાર મરણ ન થાય તો પણ અશક્તિ ને ખોડખાંપણ એવી આવી જાય છે કે આખી જિ દગી બજારૂપ થઈ પડે અકસ્માતના પ્રસંગો એકઠા કરીએ તો પૃદ્ધે ભરાય. આવી રીતે અનેક ઉપદ્રને અધીન શરીર છે અને તેને લઈને જ આયુષ્ય શુભ ગુર છે. કાલે સવારે શું થશે તે કઈ કહી શકે તેમ નથી.
આવી રીતે શરીરના ઉપદ્ર અને આયુષ્યની ક્ષણભંગુરતા દીવા જેવી ઉઘાડી છે ત્યારે તું ક્યા જોર ઉપર મદાર બાંધીને તારા ખરા હિતની સાધનાના અતિ મહત્ત્વના કાર્યમા ઢીલ કરી રહ્યો છે જે તેને કોઈ પ્રકારની ખાતરી મળેલી હોય કે તુ એ ઉપદ્રવથી મુક્ત છે કે મુક્ત રહેવાનો છે અથવા તો તું અમુક વર્ષો જીવવાનો છે તો તો તુ વિલ બ કરે તે વાત ઠીક ગણાય, પણ એ કાઈ આધાર મળે તેમ નથી. અતિ કસરતી શરીરવાળા પણ નાની વયમાં ચાલ્યા જાય છે તો પછી તુ તે શેના ઉપર મુસ્તકીમ થઈને હિતકાર્ય ઢીલમાં નાખે છે? તારા હિત ને શ્રેયની વાત આ બને શ્લોકમાં કરી છે તે ખરેખરા હિત અને શ્રેયની છે એમ સમજ, ટૂંકી નજરે કે ટૂંક સમય માટે સહજ હિત થાય તેને દીર્ઘદૃષ્ટિવાળાઓ ખરુ હિત ગણતા નથી.
તુ આળસ-પ્રમાદથી કે બેદરકારીથી, અલ્પ વિચારણાથી કે ઉપેક્ષાથી પડી રહ્યો હોય તો ચેતી જજે પરપોટો ફૂટતા વાર નહિ લાગે અને ફૂટશે ત્યારે તે કૂટે છે એમ ઘણીવાર તો તને ખબર પણ નહિ પડે તુ તે વખતે સાવધ હોઈશ કે બેશુદ્ધ હોઈશ તે પણ કહેવાય નહિ અને પછી તારી સર્વ મનની મનમા રહી જશે માટે ઊઠ, જાગૃત થા અને સ્વહિત અને પરમ શ્રેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર.