________________
૩૬o
શાંતસુધારસ
જે ધર્મમાં દઢ શ્રદ્ધાવાન રહે તે ખરા ભાગ્યશાળી સમજો. અહી શ્રદ્ધા તે સમજણ – પૃથકરણથી થયેલ બોધિરત્નના પ્રતાપે પ્રકાશદ્વારા થયેલ માન્યતાની જ વાત છે તે લક્ષ્યમાં રહે. જ્ઞાન વગરની શ્રદ્ધા સ્થિર ટકી શકતી નથી એ જાણીતી વાત છે બધ(જ્ઞાન)ને પરિણામે જે શ્રદ્ધા, પ્રેમ, અતરને વિલાસ થાય તે ધર્મભાવના છે અને એવા ધર્મને સમજી, તેમાં દઢ રહે તે આ કાળમાં પણ જરૂર ભાગ્યવાન છે. જે ભાગ્યશાળીપણુ શ્રી ઉપાધ્યાયજીના સમયમાં ગણાતુ હતુ તે ફરેલા સ યોગોને અને આ કાળમાં અન્ય અનેક કારણોથી સવિશેષ સત્ય અને વાસ્તવિક બને છે
૪ ૬. ઉપર જણાવ્યું તેમ અનેક ખાડાઓ વટાવીને મનુષ્યત્વ મળ્યું છે ત્યારે તું નાની નાની ખટપટમા પડી ગયો છે, તને અત્યારે તારી જાત પ્રત્યેની ફરજને ખ્યાલ થતો નથી અને ઉપર ઉપરની બાબતમાં તુ અટવાઈ ગયે છે જરા છોકરાઓ મોટા થઈ કામ ઉપાડી લેશે એટલે આત્મચિ તવન કરીશ, અમુક સંખ્યામાં પ્રજી એકઠી થશે એટલે નિવૃત્ત થઇશ, પેન્શન લેવાને હકક થશે એટલે વાનપ્રસ્થ થઈશ. આવા આવા ગોટા વાળી મનજીભાઈને સમજાવી લે છે પણ આ સોનાનો અવસર ચાલ્યા જાય છે. જે વિચાર કરી:
વ્યાધિઓને પાર નથી રાજરોગ, ક્ષય, પક્ષઘાત, સ ગ્રહણી વગેરે થઈ જાય એટલે તુ પરાધીન કેઈપણ વ્યાધિ ઘર ઘાલે એટલે પરાધીનતા થાય અને એના ઉપચાર ઉપર જ ધ્યાન રહે કે દવાડમાં ભગવાન સાભરે એ તો આર્ત સન્યાસ જેવું છે અને તે પણ બહુધા તો સાભરતા જ નથી તુ આવા વ્યાધિનો ભંગ ન થાય ત્યા સુધીમા તારુ કર્તવ્ય કરી લે
વળી ન્યુમેનિઆ જેવા વ્યાધિઓ અમુક કલાકમાં પ્રાણીને અસાધ્ય સ્થિતિમાં મૂકી દે છે એમાનુ કઈ પણ ક્યારે આવશે તે કહી શકાય નહિ જરા-ઘડપણ દોડતુ નજીક આવતુ જાય છે અને આવે એટલે શું થાય છે તે અગાઉ વર્ણવાઈ ગયું છે તે ઘડપણ તને ઝડપી ન લે ત્યા સુધીમાં તે ચેત
તારી પાસે ઈઢિયે પિતાના વિષયમાં સબળ છે તેટલા વખતનો લાભ લે જાય, કાન બહેરા થાય કે સ્પર્શેન્દ્રિય કામ ન આપે ત્યારે તું શું કરી શકીશ? આખ-કાનનો ઉપયોગ ન થાય તેની પરાધીનતા કેટલી હોય છે તે અનુભવ વગર તને સમજાતું ન હોય તે જરા અવલોકન કરી જે
આયુષ્યને ભરોસો શો ? કેઈપણ ઉમ્મરે પ્રાણી ચાલી જતો દેખાય છે. પ્રથમ ભાવનાના અષ્ટકના ચોથા શ્લોકમાં આ સર્વ તે ગાયુ છે-વિચાર્યું છે. રાત સુધી જેની સાથે વાત કરી હોય અને તદ્દન ત દુરસ્ત સ્થિતિમાં જેનાથી છૂટા પડયા હાઈએ તેને બીજી સવારે ચિતા ઉપર પોઢાડ્યા છે આ પ્રમાણે સ્થિતિ છે, તો વ્યાધિથી શરીર વ્યાપ્ત ન થયુ હોય, ઘડપણ આવ્યું ન હોય, ઈદિયે જવાબ આપતી હોય અને આયુષ્ય હોય ત્યાં સુધીમાં તારુ પિતાનુ ખરુ હિત થાય તેવો રસ્તો લઈ લે.
- જ્યારે સરોવરની પાળ તૂટશે અને પાણી ચાલવા માડશે ત્યારે તું શું કરી શકીશ? પછી પાળ કેમ બધાશે ? પછી તુ મારી નાખવા લાગીશ તે તે પણ ધોવાઈ જશે. આગ