________________
૩૫૮
શાંતસુધારસ
થઈને પ્રાણીને ઊંડા ખાડામાં ફેકી દે છે મોહ, મિથ્યાત્વ અને માયા આ રીતે સત્યજ્ઞાનને પ્રકાશ થવા દેતા જ નથી એટલે પચે દિયપણ, પર્યાપ્તત્વ, સગપણ અને દીર્ઘ આયુષ્ય એ સર્વ સાથે મનુષ્યપણુ મળે તો પણ એને બોધિરત્ન મળતુ નથી.
બોધિરત્ન વગરનુ મનુષ્યત્વ તદ્દન નિરર્થક છે, કારણ કે આ મનુષ્યભવ ઉદ્દેશ વગરનો થઈ જાય છેમાત્ર ખાલી ફેરા મારવા જેવું થઈ જાય છે અને પ્રગતિ વગર ભવ પૂરે થઈ જાય છે ચારે બાજુ જોઈએ તો શુ દેખાય છે ? જીવનની સરખાઈ, ભાવનાની વિશિષ્ટતા, આગળ વધવાની ધગશ, વિચારોની વિશિષ્ટતા દેખાય છે કે માત્ર સ્વાર્થ, એક નાનું વર્તુળ, અવ્યવસ્થિત નાદ અને અચાનક પડદે પડતા ખેલ ખલાસ થઈ જતો દેખાય છે? હવે ચારે બાજુની વાત મૂકી દઈ અદર જોઈએ ત્યારે મેહરાજાના નાટકના એક નટ હોવા કરતા કાંઈ વિશેષ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એમ લાગે તે સાફલ્ય ગણવું અને નહિ તો એ માર્ગે હજુ પણ વિચાર કરવાનો અવકાશ છે એમ ધારી દિશા ફેરવવી. બાકી વિચારવુ કે બધિરત્ન એ દુર્લભ છે, એ આ તમાથી પ્રકટે છે અને પ્રકટે ત્યારે એની સુગ ઘ ચારે તરફ વિસ્તરે છે. આ આત્મજ્ઞાન અને આ તરનો નાદ ક્યા છે? કેમ મળતો નથી?
મનુષ્યત્વ મળ્યા પછી પણ કેટલા દુર્લભત્વના પ્રસગો આવે છે તેની વિશેષ હકીકતો ગેય અષ્ટક પર મુલત્વી રાખી, અહી અગત્યની છેડી બાબતો ઉપદેશરૂપે કહે છે તે ખૂબ મનન કરીને સમજવા યોગ્ય છે. નીચેના ત્રણે શ્લોકે ઉપદેશાત્મક છે. બેધિની વાત ફરી વાર અષ્ટકમાં લેવામાં આવેલ છે.
રુર છે. હાલમાં વખત કેવો છે તે વિચાર. મતો અને ૫ થનો પાર નથી એક વેદને અનુસરનાર પન્થ કેટલા છે? વૈશેષિક, નિયાયિક, સાખ્ય, જૈમિનિ, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, એ ઉપરાત દ્વત, અદ્વૈત, શુદ્ધાત, વિશિષ્ટાદ્વૈત, માધવ, રામાનુજ, વલ્લભાચાર્ય, શકરાચાર્ય એવા નાના મતભેદોને પાર નથી બૌદ્ધના પણ ચાર મોટા વિભાગો, મુસલમાનોના શિયા સુન્ની, ખ્રિસ્તીમાં કેથેલિક, પ્રોટેસ્ટન્ટ, નોન કેન્સેમિસ્ટ, પ્રેઅિટેરિયન, મ્યુરિટન અને દરેકના પાર વગરના પેટાભે આવા અનેક મત, પશે અને દશનો છે તેમાં પોતાને બુદ્ધિશાળી માનનારા લોકેનો પાર નથી એક એક હેવાભાસો અને દલીલોની ગૂંચવણે એવી ઊભી કરી દે છે કે માણસનું મગજ ગૂંચવણમાં પડી જાય માત્ર દુ ખ એટલું જ છે કે દરેક બુદ્ધિશાળી માણસ પોતપોતાના મતવ્યની સ્થાપના કરવાના રસમાં એટલા પડી ગયેલા હોય છે કે એને પિતાની વાત સાચી છે એમ બતાવવાની પ્રબળ ઈચ્છા આડે પરસ્પર સમન્વય કરવાની કે સત્ય તારવવાની ભાવના, વૃત્તિ કે ઈચ્છા થતી જ નથી અ શસત્યને સર્વસત્ય માનવા મનાવવાની ઈચ્છા નીચે એક્તા કરવાને બદલે અતર વધતુ જાય છે અને પરસ્પરના બળને કાપી નાખી સત્યનો નાશ કરવામાં આવે છે, જેથી અલ્પ બુદ્ધિશક્તિવાળાને ગૂ ચવાડે વધતો જાય છે