________________
૩૫૦
શાંતસુધારસ
૧. બેધિને અતિ દુર્લભ સમજ, મળવી ઘણી મુશ્કેલ સમજ -- દરિયાના ઊંડા જળમાં પડી ગયેલા ચિતામણિરત્નને ન્યાયે કરીને તેને દુર્લભ સમજ. (પ્રાપ્ત થયેલ સામગ્રીનું) સારી રીતે પરિપાલન કર અહી તારુ પિતાનું હિત સાધ અને તારી પિતાની શક્તિથી હલકી ગતિ(દુર્ગતિ)ને અટકાવી દે.
૨. આ મહાભય કર સ સારરૂપ અરય (જ ગલ) અનેક નિગોદ વગેરેની કાયસ્થિતિને લઈને અતિ વિશેપ વિસ્તારવાળુ (લાબુ) થયેલ છે તથા મોહ મિથ્યાત્વ વગેરે ચોરાનું પ્રધાન નિવાસસ્થાન છે તેમાં ભમતા-રખડતા, ચક્રવતીના ભેજન વગેરેની પેઠે મનુષ્યને ભવ મળવો મહા-મુશ્કેલ છે
૩. આ સંસારમાં કદાચ મનુષ્યને દેહ પ્રાપ્ત થાય પણ જે તે અનાર્ય દેશમાં થાય તો તો ઊલટ તે નુકશાન કરનાર બને છે, કારણ કે પ્રાણીવધ વગેરે પાપ- આશ્રવ – ની આસક્તિવાળા ત્યાના મનુષ્યોને તે માઘવતી વગેરે નરકને રસ્તે લઈ જનાર થાય છે.
૪. આર્યદેશ પ્રાપ્ત થયેલા અને ઉચ્ચ કુળમાં જન્મેલા પ્રાણીઓને પણ ધર્મતત્વને અગે જાણવાની ઈચ્છા થવી ઘણી મુશ્કેલ છે. મિથુન, પરિગ્રહ, ભય અને આહારસજ્ઞાની પીડાઓને લઈને જગત્ અતિ વિચિત્ર પરિસ્થિતિમાં ગરકાવ થઈ જાય છે – ભારે ગડમથલમા પડી જાય છે, પડી ગયેલ છે
૫ કદાચ ધર્મતત્વને જાણવાની ઈચ્છા થઈ આવે તે પણ ગુરુમહારાજની સમીપે જઈને ધર્મશાસ્ત્રનું શ્રવણ થવુ મુશ્કેલ છે. કારણ કે વિપરીત પ્રરૂપણાના પ્રસંગો અને વિકથા (કથળી) વગેરેમાં પડી જતા તે તે વિષયના રસના આવેશથી ચિત્તની એકાગ્રતા અનેક પ્રકારના વિક્ષેપોને લઈને મલિન થઈ જાય છે (અને તેમ થતા તેને પરિણામે શ્રવણ દુર્લભ બને છે )
૬ ધર્મ સાભળીને અને તે સમજીને – તેનાથી બોધ પામીને પ્રાણુ ધર્મકાર્યમાં ઉદ્યમ કરવા જાય છે ત્યારે રાગ, દ્વેષ, શ્રમ, આળસ, ઊંઘ વગેરે અતર ગના દુશ્મનના ટોળાએ જેઓ સારુ કામ કરવાની તકનો હમેશા વિનાશ કરતા જ રહે છે તે તેમાં બાધા કરે છે – ફાડ મારે છે – કરતા અટકાવે છે
૭ ચોરાશી લાખ જીવયોનિમાં તે કઈ જગ્યાએ ધર્મની વાર્તા સાભળી છે? ઘણે ભાગે જનતા તો ઋદ્ધિ, રસ, શાતાના મોટા ગૌરવોની મોટી મોટી વાતોમાં આસક્ત થઈને અરસપરસ તે સબધી વાતચીત જ કર્યા કરે છે
૮. એવી રીતે અત્યંત દુર્લભથી પણ દુર્લભ એવું સર્વ ગુણોના ભડારરૂપ બધિરત્ન (સમતિ) પ્રાપ્ત કરીને શાંતરસનુ સરસ અમૃતપાન જે મોટા ઉરચ પ્રકારના વિનયના પ્રસાદથી તને પ્રાપ્ત થયું છે તેને ઉપયોગ કર – તે અમૃતરસને તુ પી.