________________
૩૪૮
, , શાંતસુધારસે ? જે(બધિરત્ન)થી આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી દેવતાઓના સ્વર્ગની સપત્તિના ભેગવિલાસ અને તેથી અનેક પ્રકારના આનંદ-ઉલ્લાસો પ્રાપ્ત થાય છે અને ત્યારપછી પણ અનેક ભોગવિલાથી ભરપૂર સારા કુળમાં જન્મ થાય છે, જે અત બ્રહ્મની પ્રકૃષ્ટ પદવીને પ્રાપ્ત કરાવનાર છે, જે અદ્વિતીય છે અને જે પ્રાપ્ત થવું મહામુશ્કેલ છે તે બધિરત્નને હું વિશાળ બુદ્ધિવ તો ! ખૂબ સેવ
જ્ઞ ૨. નિગોદના અધિકૃપમા ભરાઈ પડેલા અને વાર વાર થતા જન્મ અને મરણના દુખોની પીડાથી હેરાન થઈ ગયેલા જીવોને પરિણતિની એવી વિશુદ્ધિ ક્યાથી થાય કે જેના વડે તેઓ એ નિગોદમાથી બહાર નીકળી આવે ?
૩. તે (સૂક્ષ્મનિગોદ)માથી કદાચ બહાર નીકળે તો પ્રાણીને બાદર સ્થાવરપણુ પ્રાપ્ત થાય છે, પણ ત્રસપાશુ મળવુ મુશ્કેલ છે, પણ મળી જાય તો તેમાં પણ પચે દ્રિયપણું મળવુ દુર્લભ છે, પચે ક્રિયપાણુ મળી જાય તે પર્યાપ્ત થવું મુશ્કેલ છે, પર્યાપ્તત્વ મળે તે પણ સીપણું મળવું મુશ્કેલ છે, તે મળે તે સ્થિર આયુષ્ય મળવું મુશ્કેલ છે અને તે મળી જાય તો પણ મનુષ્યત્વ દુર્લભ છે
ઘ છે, એ મનુષ્યત્વ પ્રાપ્ત કરીને પણ આ મૂખ પ્રાણું મહામહ અથવા મિથ્યાત્વ કે માયા-કપટથી ઘેરાઈ જાય છે અને પરિણામે રખડપાટી કરતો સ સારના મોટા અગાધ કૃપમાં વધારે ઊડે ઊતરતો જાય છે. આ પ્રાણી ધર્મસાધનસામગ્રીરૂપ બોધિરત્નને ક્યા મેળવે? એવાના પત્તા કયા ખાય?
શુ છે મતમતાંતરે અને મતભેદો અનેક પ્રકારના થઈ ગયા છે, ડગલે ને પગલે બુદ્ધિશાળી–મતિવાળા લોકોને પાર નથી, અને તેઓ અનેક પ્રકારની કુયુક્તિઓનો આશ્રય કરીને પિતપોતાના મતવ્યોની પુષ્ટિ- વૃદ્ધિમાં રસ લે છે દેવતાઓ અત્યારે કાઈ પણ પ્રકારની સહાય કરતા નથી અને અત્યારે કેઈ વિશિષ્ટ જ્ઞાન કે તે અતિશય છે નહિ. આવા વખતમા તો જે ધર્મ ઉપર દઢ રહે તેને ખરે નસીબદાર સમજવો
૬ ત્યા સુધી આ શરીર વ્યાધિઓથી તદ્દન ખલાસ ન થઈ જાય, જ્યા સુધી વૃદ્ધાવસ્થાથી જર્જરિશ્ન ન થઈ જાય, ત્યાં સુધી સર્વ ઇદ્રિો પોતપોતાના વિષયમાં ઊતરવાની સ્થિતિમાં રહેલી હોય અને જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થયું ન હોય ત્યા સુધીમાં સમજુ માણસોએ પોતાના હિતને માટે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સરોવર તૂટી જાય અને પાણી ધોધબ ધ ચાલવા માડે, પછી પાળ કઈ રીતે બાધી શકાશે ?
૪ ૭. અનેક પ્રકારના ઉપદને આધીન શરીર છે અને આયુષ્ય ક્ષણભંગુર છે, છતાં પણ કઈ જાતની ધીરજનો ટેકે લઈને મૂઢ પ્રાણીઓ પોતાના ખરા હિતની બાબતમા વ્યર્થ કાળ નિર્ગમન કરે છે? (એની કાઈ ખબર પડતી નથી.)