________________
૩૨૮
શાંતસુધારસ
લડાઈઓ ચાલી છે અને લોહીની નદીઓ વહી છે. હિંદમાં પણ ધર્મના ઓઠા નીચે અનેક તોફાનો થયા છે આજીવિકા ચલાવવા, ધનસ ચય કરવા, માનમરતબો વધારવા અને ભેળપણનો લાભ લેવા એવું એવું કેટલું ય ચાહ્યુ છે કે તે પર તો મોટા ઈતિહાસ લખાય. આ સર્વ ધર્મ નથી, જુદા જુદા આકારમાં દુકાનદારીઓ છેઆપણે એ બાજુએ નહિ ઊતરીએ ધર્મની શુદ્ધ વિચારણામાં એને સ્થાન ન હોય. શ્રી આન દઘનજી કહે છે કે ધર્મની શોધમા એ “દોડતા દોડત દેડીઓ એ દોડ્યો જ જાય છે, પણ ધર્મ એ તો પ્રેમ છે, આત્મધર્મ છે, ધર્મ એ અદરથી જગાડવાનો છે, પ્રગટ કરવાનો છે. એને સમજે અને એનો મર્મ પામવો કાઈક મુશ્કેલ છે, પણ ગ્ય સદ્ગુરુનો યોગ થાય તે સમજતા વાર લાગતી નથી.
આ સર્વ વિચારણામાં આત્મધર્મની જ વાત આવે છે. એમાં સાધનધર્મોની જરૂરીઆત એક જ શરતે સ્વીકાર્ય છે અને તે એ કે એને સાધનની કક્ષામાં રાખવા, અન્ય ઉપર ઠસાવવા કદી પ્રયત્ન ન કરે અને પ્રામાણિક મતભેદ શાતિથી સમજતા અને તેના રહસ્યને પાર પામતા થવું એવી જાતની વિશાળતા આવવી મુશ્કેલ છે અને તેથી ધર્મને “મર્મ જાણવા આ છે એમ યોગીરાજ કહે છે તે યોગ્ય છેઆ આત્મધર્મને સમજી પિતાને જે માર્ગે એ પ્રાપ્ત થાય તે રસ્તે પ્રયાણ કરવું.
કોઈ પ્રાણીને તપમાં મજા આવે તો તે કરે, કેઈને સામાચિક કરવામાં મજા આવે તો તે કરે, કેઈને વિષય પર કાબૂ મેળવવામાં મજા આવે તો તે કરે જે રીતે પિતાની પ્રગતિ થાય તે કરે અને જ્યાં જ્યા ગુણ દેખે ત્યાં ત્યા એ રાજી રાજી થઈ જાય એને ક્રિયામાં જ્ઞાનપૂર્વક–સમજણપૂર્વક આનદ આવે, પણ સાધનની અધિકારને અને મર્યાદા બરાબર સમજે અને સમજીને તેને સ્વીકાર કરે જ્યાં સુધી માત્ર બાહ્યવૃત્તિ હોય ત્યાસુધી ધર્મના રહસ્ય પામવા દુર્લભ છે.
સાધનધર્મોનો ઉપયોગ કરતા શુભ કર્મબ ધ થાય છે, તેથી આ ભવમા ને પરભવમાં અહિક લાભ મળે છે, ધન, સ્ત્રી, મિત્ર, પરિવાર આદિ મળે તેને ધર્મનું ફળ આ સાદા વ્યાવહારિક અર્થમાં સમજવાનું છે ધર્મનો આદર આવા લાભ માટે ન જ હોય, પણ પ્રાથમિક દશામાં પ્રાણી પાસે મોટી વાતો અને મહાન ત્યાગના આદર્શો રજૂ કરવામાં આવે તો પ્રાણ કદાચ મૂઝાઈ જાય. શ્રી “ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર લખતા નિપુણ્યની એવી દશા શ્રી સિદ્ધર્ષિગણિએ બતાવી છે ધર્મના પ્રભાવથી સર્વ ભેગો મળે છે, આ ભવમાં રાજ્ય, સ્ત્રી, ધન, પુત્ર આદિ મળે છે આવી અનેક વાતો ઉપાધ્યાયજીએ બતાવી છે અને પરભવમાં ઈદ્રાદિ પદવીની પ્રાપ્તિ ધર્મના પ્રતાપે બતાવી છે તે તો શુભ કરણીનું શુભ ફળ છે એ મળે એમાં નવાઈ નથી ધર્મથી સિદ્ધિઓ મળે તે પણ બનવાજોગ છે, પણ એ આદર્શ નથી, એ આત્મધર્મ નથી એ માત્ર માર્ગે આવવાને ઉપયોગી ગણી શકાય એવે વ્યવહારધર્મ છે