________________
ધર્મભાવના
(૩૬૭
ગણાય. કમિક વિકાસમાં એનાં સર્વ પગથિયાં એણે ઓળ ગવા પડે અને એકેક પગથિયે સ્થિર થઈને આગળ ચાલવું ઘટે ધર્મની આ મૂળ વ્યાખ્યા ધ્યાનમાં રહેવાથી એની વિશિષ્ટ ભાવના-વિચારણા થઈ શકવા સભવ રહે છે.
આત્મધર્મનો વિચાર કરતા રાધનધર્મોને વિચાર કરવો જ પડે, કારણ કે પ્રાણી કમસર વધે ત્યારે તેણે ફેમસર વિકાસ કરવો પડે અને તે માટે બાહ્ય વસ્તુઓની સહાય લેવી પડે. આને પરિણામે એને શુભ કર્મ પણ બધાય છે. શરૂઆતમાં માર્ગ પ્રાપ્તિ આ રીતે બધા શક્ય છે એ બાહ્ય દશામાં જે સુકૃત્યો – શુભ અનુષ્ઠાન થાય અને તેના પરિણામે જે શુભ કમબંધ થાય તેને પણ માર્ગપ્રાપ્તિની દષ્ટિએ – વ્યવહારુ નજરે ધમ ગણી શકાય. આ માર્ગપ્રાપ્તિ અને ક્રમિક વિકાસમાં આપણે દાન, શીલ, તપ અને ભાવને મૂકીએ એમાં ભાવ તો બહુ આગળ વધેલાને પણ ખાસ ઈટ છે અને દાન એ તદ્દન પ્રાથમિક હોવા છતા ત્યાગની શરૂઆત કરનાર હોઈ એ પણ ખાસ સ્થાનને યોગ્ય છે શીલથી વિપ પર કાબૂ આવે છે અને તપથી આખા શરીર પર અને મન પર કાબૂ આવે છે. આ પ્રત્યેકમાં પ્રાણી પ્રવર્તતો હોય ત્યારે એને શુભ કર્મોને બ ધ થાય છે અને તે તેની પ્રગતિ કરાવી શકે છે. અહી જે બાહ્ય પ્રશસ કે બીજી લૌકિક એપણ ન હોય તે પ્રાણ જરૂર આગળ વધતો જાય છે
ત્યાર પછી એનામાં માર્ગાનુસારીના ગુણો આવે છે વ્યવહારમાં આપણે જેને ગૃહસ્થ કહીએ તેનામાં જે સદગુણ હોય તેની તે આસેવન કરે છે એની સત્યપ્રિયતા, ન્યાયશીલતા આદર્શરૂપ થાય છે અને એનો વ્યવહાર આદમય થતો જાય છે. આ રીતે અત્યાર સુધી તેને રસ્તો ઊલટો હતો તે હવે મેલ–સન્મુખ થતા જાય છે પછી એ સમજણપૂર્વક ઈચ્છા પર નિયંત્રણ (brake) મૂકતો જાય છે, ત્યાગ કરતો જાય છે અને જ્ઞાનના ફળ વિરતિને ઓળખી એને યથાશક્તિ આદરે છે. કેટલાક જીવો ખૂબ પ્રગતિ કરી સર્વસન્યાસ ગ્રહણ કરે છે અને તેમ ન બને તે ઓછો-વધતો ત્યાગભાવ ધારણ કરે છે.
શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ પર રુચિ થતા આ પ્રાણીને સમ્યગ જ્ઞાન થાય છે અને ત્યાર પછી જે વિરતિ–ત્યાગ થાય છે તે તેને પ્રગતિમાં ખૂબ મદદ કરે છે ત્યાર પછી એને કમસર વિકાસ થતો જાય છે. ધર્મને આ મહિમા છે, આ એનું ક્ષેત્ર છે અને આ એને વિષય છે આમધર્મને ઓળખી તેના ઉપર લય લગાવવી અને પરભાવને છોડાવી મોક્ષને સાધ્ય તરીકે રાખી તેને અનુકૂળ જનાઓ કરવી, એનું ટૂંકુ નામ ધર્મ છે !
આવી સાદી વાત હોવા છતા મહાન યોગી આન દઘનજી ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહે છે કે “ધરમ ધરમ કરતો જગ સહ ફિરે, ધરમ ન જાણે હો મમ”—આ શી વાત? આખી દુનિયા “ધરમ ધરમ કરે છે અને ધર્મનો મર્મ જાણતી નથી એ કેવી વાત કહેવાય ? વાત એમ બની છે કે ધર્મના ક્ષેત્રમાં ઘણું નકામા વેલાઓ ઊગી ગયા છે અને સ્વાથી લોકેએ ધર્મને નામે લોકેના ભેળપણનો ખૂબ લાભ લીધો છે ધર્મયુદ્ધને નામે યૂરોપમાં