________________
[૨૭]
તપગચ્છરૂપી રાજ્યની ધુરાને ધારણ કરી. તેમને અકબર બાદશાહની સમક્ષ મેટો વાદીઓના સમૂહે આપેલી જયલક્ષમી વરી હતી તેમની પાટે મુકુટના મણિની જેમ જેની કીર્તિરૂપી કાંતિનો પ્રતાપ દેદીપ્યમાન હતો, જેની મોટી તપલકમી વિસ્તાર પામી હતી એવા અને શુદ્ધ બુદ્ધિવાળા ગૌતમ ગણધરની પ્રકૃતિરૂપ, અતિ દક્ષ અને જ ગમ કલ્પવૃક્ષ જેવા “શ્રી વિજયદેવ (૬૦) નામના સૂરિ થયા. તે વિજયદેવસૂરિએ પોતાની પાટે સ્થાપન કરેલા સૂરિ “શ્રી વિજયસિંહ (૬૧) નામના સુગુરુ દીપકની પેઠે પોતાના તેજ વડે જગતને દીપાવવા લાગ્યા તેઓ પૃથ્વી પર ભવ્ય- જનોના સમૂહને પ્રતિબંધ કરીને પોતાના ગુરુ વિદ્યમાન હોવા છતા દેવને પ્રતિબંધ કરવા માટે અમારા પ્રેમને ત્યાગ કરીને સ્વર્ગને પ્રાપ્ત થયા. ત્યારપછી હમણ શ્રી વિજયદેવ નામના તપગચ્છના સ્વામીએ પોતાની પાર્ટીના સ્વામી તરીકે સ્થાપન કરેલા, મોટા ગુણસમૂહને ધારણ કરનારા અને મોટા ભાગ્યના સ્થાનરૂપ “શ્રી વિજયપ્રભ (૬૨) નામના ગણધર વિજય પામે છે”
આ લખાણ ટાંચણ આપણું ચારિત્રનાયક શ્રી વિનયવિજય ઉપાધ્યાયનું પિતાનું લખેલ છે સદર પ્રશસ્તિ લોકપ્રકાશ નામના ગ્રંથને છેડે સ વત્ ૧૭૦૮ ના વૈશાખ શુદિ પાચમને
જ જૂનાગઢમાં લખી છે એમ લેખકશ્રી પોતે જ સદર પ્રશસ્તિને છેડે લખે છે. એટલે સ વત્ ૧૭૦૮માં શ્રી તપગચ્છના નાયક શ્રી વિજયસિ હસૂરિ હતા એમ નિશ્ચિત થાય છે. વિજયપ્રભસૂરિને આચાર્યપદ મળ્યું નહોતુ તે આગળ જોવામાં આવશે. તેઓ તપગચ્છની બાસઠમી પાટે થયા તે ઉપર જણાવેલા આકડાઓ પરથી જણાય છે. આ સ બ ધમાં થોડી ગેરસમજતી જણાય છે. વિજયસિહસૂરિનું સ્વર્ગગમન સ. ૧૭૦૯ના અષાડ શુદિ ૨ ને દિવસે છે, એમ છતા આ લોકપ્રકાશ ગ્રંથ સ ૧૭૦૮મા વૈશાખ શુદિ પ ને રોજ પૂરો થયો છે, તેમાં વિજયપ્રભસૂરિનું નામ કેવી રીતે આવી શકે તે સમજવું મુશ્કેલ છે શ્રી વિજયપ્રભનુ આચાર્યપદ ગાંધારમા સં ૧૭૧૦માં થયું છે. આ બાબત વધારે તપાસ કરવા યોગ્ય છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયને બાકીનો સમય વિજયપ્રભસૂરિના સમયમાં પૂરો થાય છે તેથી અત્યારે આપણે જે સમયનો વિચાર કરીએ છીએ તે વિજયપ્રભસૂરિનો સમય છે તે ધ્યાનમાં રાખવું આ સબધી વધારે વિગત છેવટના વિભાગમાં આપી છે
જીવનસમય–
શ્રી વિનયવિજય ઉપાધ્યાયને જન્મ કઈ સાલમાં થયો તેને માટે કઈ પ્રકારની માહિતી મળી શકતી નથી. તેમના સ્વર્ગગમનનો સમય બરાબર મળી આવે છે, તે માટે આપણે શ્રી શ્રીપાળરાસની પ્રશસ્તિ જોઈએ ચોક્કસ તારીખ હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી આ પ્રશસ્તિને અને થોડો ઉલ્લેખ કરવાની જરૂર છે સ વત્ , ૧૭૩૮મા “રાંદેર” શહેરે (સૂરતની બાજુમા) શ્રી વિનયવિજય ઉપાધ્યાયે ચાતુર્માસ કર્યું હતું. ત્યાં તેમણે “શ્રીપાળરાસની શરૂઆત સંઘના આગ્રહથી કરી રાસના ત્રણ ખડ પૂરા કર્યા અને ચોથા ખડનો થોડો ભાગ