________________
રટર
શાંતસુધારસ (ધ્રુવપદ) અહો તીર્થકર મહારાજે બતાવેલ ધર્મ ! તુ અનેક મંગલક્ષ્મીનું કીડાસ્થાન છે તુ કરુણાલક્ષણ(સ્વરૂ૫) છે તુ મહાધીરજવાન–સ્થિર સ્વરૂપી છે, તું મોક્ષસુખનું સાધન કરી આપનાર છે, તુ સસારના અનેક ભચેનું નિવારણ કરનાર છે, તે જગતને આધાર છે, તે મહાગ ભીર–અગાધ સાગર છે. એવા હે જનધર્મ ! મારો ઉદ્ધાર કર ! મારો ઉદ્ધાર કર ! મને બચાવ ! મને બચાવ! ૧ હે ધર્મ ! તારા મહિમાના પ્રભાવથી આકાશમાં ચડેલા વાદળા પૃથ્વીતળને અમૃતમય
જાથી સિ ચી દે છે અને સૂર્ય–ચદ્ર ઊગે છે. ૨ (તારા મહિમાથી) કેઈપણ પ્રકારના આધાર વગરની આ પૃથ્વી ટેકા વગર ટકી રહી.
છે–આવો વિશ્ચની સ્થિતિનો મૂળસ્થ ભ જે ધર્મ, તેને વિનય(નમસ્કાર)પૂર્વક હું
સેવુ છુ. ૩ જે ભવ્ય પ્રાણીઓ એનું શરણ કરે અથવા સ્મરણ કરે તે ભવ્ય પ્રાણીઓને દાન,
શીલ, શુભભાવ અને તપ એ ચાર મુખ વડે જેણે કૃતાર્થ કર્યા છે અને જેણે ભય અને
શોકને દૂર કરી નાખ્યા છે (એવો તે ધર્મ છે) ૪ એ ધર્મનો ક્ષમા, સત્ય, સતોપ, દયા વગેરે આખો પરિવાર નસીબદાર છે તે ધર્મ !
તારુ શાસન દેવતાઓ, અસુરે અને મનુષ્યોથી પૂજિત છે. એ ધર્મ અનેક ભવપર -
પરાનો નાશ કરે છે. એવા હે ધર્મ ! મારે ઉદ્ધાર કર ૫ (હે ધર્મ !) તુ સગાસબ ધી–પરિવાર વગરનાનો ખરા બાંધવ છે અને સહાય વગરના
આશરા વગરનાને રાતદિવસ આશા છે (નોધારાનો આધાર છે) તારી સરખા બધુને તજી દઈને પ્રાણી ભય કર સ સારવનમા ભૂલા પડી ભટકે છે. હે ધર્મ ! તારી કૃપાથી મહાભય કર જગલો હોય છે તે નગર થઈ જાય છે, અગ્નિ હોય છે તે પાણી થઈ જાય છે, મોટો દરિયો હોય ત્યાં એક સપાટામાં જમીન થઈ જાય છે અને (તારી કૃપાથી) સર્વ મનકામનાની સિદ્ધિ થાય છે, તેથી બીજા ઘણુઓનું
મારે શું કામ છે ? હે ધર્મ ! તુ એક જ મારું રક્ષણ ક–રક્ષણ કર. ૭ આ ભવમા તુ દશે પ્રકારનું વૃદ્ધિ પામતુ સુખ આપે છે, પરભવમાં ઈ જ વગેરે
મહાન પદો આપે છે અને અનુક્રમે મોક્ષના સુખને આપના જ્ઞાનાદિકને પણ આપે છે. (હે ધમ !) સર્વ ત ત્રોનુ નવનીત–માખણ ! શુદ્ધ સનાતન | મુક્તિમ દિરે ચઢવાના દાદર ' વિનયવાન પુરુષોને પ્રાપ્ત થતા શાત અમૃતના પાન ! હે ધર્મ ! તારે જય હો, જય હો ! હે ધર્મ ! મારો ઉદ્ધાર કર–મને પાળ, પાળ !