________________
નિજાભાવના
ર૭૫ -
જાણી લેવો. એ નિકાચિત કર્મો તે ઉપક્રમ વગેરે માટે પણ અર્થે હોય છે અને તીવ્ર વિપાક આપવાને તૈયાર હોય છે.
એવાં કર્મોને કાપી નાખવા માટે વજા જેવું કાર્ય કરનાર તપગુણને નમસ્કાર થાઓ. તપના ભેદોને ખૂબ વિચારીએ, એના ગૌરવને સાક્ષાત્કાર કરીએ, એના ધ્યાન, વૈયાવચ્ચ વગેરે ભેદને અનુભવ કરીએ, એમાં રહેલ સેવાભાવ, આકાક્ષારહિતત્વ અને આત્મવિકાસને જીવનમાં પ્રગટાવીએ ત્યારે તેની અભૂતતા જચે અને જચે એટલે મન એને નમે. જે આત્મવિકાસના ડંકા જોરથી વગાડવા હોય તે આ અદભુત તપને નમો નમે એટલે શું એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. નમીને માત્ર નમો તપણે કે તે હી નો તપણે એવો ઉચ્ચાર કે જાપ કરવાથી ખરો આત્મવિકાસ થઈ જાય એવી ભ્રમણમાં પડવાનું નથી. ડકા વગાડવા એટલે તદ્રુપ જીવન કરી દેવું. એ તપને નમસ્કાર. * (૪ ૫) તપને ભહિમા વર્ણવી શકાય તેમ નથી. તેને માટે જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. અતિ ભય કર કર્મો કરીને પાપ એકઠું કર્યું હોય તેને પણ એ તપ દૂર કરીને મેક્ષ આપે છે. મતલબ દેશથી કર્મક્ષય (નિર્જર) થતા આખરે એ તપ સર્વ કર્મક્ષય કરી મોક્ષ આપે છે. '
- બાળહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા અને વ્રતી(મુનિ)હત્યા એ ચાર મહહત્યા કહેવાય છે એમાની એક પણ હત્યા પ્રાણીને જરૂર નરકે લઈ જવા યોગ્ય કર્મો એકઠા કરી આપે છે. આવી હત્યા કરતી વખતે કેટલા કિલષ્ટ પરિણામ મનમાં થતા હશે તે કલ્પવુ મુશ્કેલ નથી. નાનુ બાળક, સ્ત્રી કે ગાય (જનાવર સર્વ) અને અશસ્ત્રધારી મુનિ બચાવના સાધન વગરનાં હોય છે ત્યારે ઘણુ ખરુ બચવાની શક્તિ ધરાવનાર પણ હોતા નથી. એમને ઘાત કરે એ તીવ્ર દુષ્ટ અધ્યવસાય વગર બને નહિ. એ પ્રસંગે સ્થિતિ અને રસનો આકરો કર્મબ ધ જરૂર થાય છે.
તપ એ એક જ વસ્તુ છે કે જે આવી રીતે બાધેલ ભય કર વિપાક આપનાર કર્મોને દૂર કરે છે એવા ભય કર કાર્યોનું પ્રાયશ્ચિત્ત તપ કરી આપે છે અને તે માટે તે અસાધારણ કામ કરે છે આ બિલ ઉપવાસાદિ બાહ્ય તપ અને ધ્યાન પ્રાયશ્ચિત્તાદિ આભ્ય તર તપ એવા કર્મોને કાપી શકે છે
“દઢપ્રહારી મહાભય કર ઘાત કરનાર હતા. એના નામ પ્રમાણે એ કારમો ઘા કરનાર હતો એણે ઉક્ત ચાર પ્રકારની હત્યા કરી હતી, પણ પછી એને શ્રી વીરપરમાત્માને ચોગ થઈ ગયા, અને બંધ થયો અને ઉપદેશની અસર બરાબર લાગી જે નગરમાં એણે હિસાઓ કરી ત્રાસ વર્તાવ્યો હતો તેને દરવાજે જ ઊભા રહીને એણે ધ્યાન આદર્યું, કાઉસગ્ન કરી આત્મારામને જગાડો, ખાવા-પીવાને ત્યાગ કર્યો નગરના લોકે તે વૈરથી ઉશ્કેરાયેલા હતા તેઓ એના પૂર્વના દુરાચારો ભૂલ્યા નહોતા કેટલાક એને ન સહન થાય તેવા વચનના પ્રહાર કરવા લાગ્યા કેટલાક એને લાકડીથી, હાથથી, પથ્થરથી મારવા લાગી