________________
નિજાભાવના : પરિચય
(૧) આશ્રવ અને સવર તત્ત્વને જો બરાબર ખ્યાલ આવ્યો હોય તે નિર્જરાતત્વમાં બહુ વિવેચનની જરૂર નહિ રહે એનો મુખ્ય આશય પૂર્વપરિચયમા જણાવી દીધો છે. આત્માની સાથે લાગેલા કર્મોને દૂર કરવામાં મહા આકરે પ્રયાસ કરવો પડે છે નવા આવતા કર્મોને અટકાવવા જેમ અતિ ઉપયોગી બાબત છે તેટલી જ મહત્વની બાબત અગાઉના કર્મોને ખપાવવા તેને લગતી છે, અને એ કર્મોને રાશિ પણ સાધારણ રીતે બહુ માટે હોય છે દરેક સમયે સાત કર્મ બંધાય છે અને ઉદયમાં આઠ કર્મ હોય છે, પરંતુ ઉદય કરતા બંધ વધારે થતો હોવાથી જમે પાસુ ઘણુ મોટુ થાય છે. તેને જે બારેબાર રસ્તા ન થાય તો ભાર ઓછો કેમ થાય ? આ ગૂચવણવાળા સવાલનો નિકાલ હવે વિચાર કરીને લાવવાનો છે અને તેની યોગ્ય વિચારણા એ આ નવમી ભાવના છે કર્મને બ ધ આત્મા સાથે થાય છે તે વખતે તેની સ્થિતિ પણ મુકરર થાય છે એ સ્થિતિ એટલે ઉદયકાળ. કર્મવિપાક- ફળ ઉદયમાં ક્યારે આવશે તેનો નિર્ણય સ્થિતિબધ કરે છે. એ સમય પ્રાપ્ત થવા પહેલા કર્મ પડયુ રહે, કાઈ પણ ફળ ન આપે તે વચગાળાના સમયને “અબાધાકાળ” કહેવામાં આવે છે
આવી રીતે અનેક કે આત્માને લાગી રહેલા હોય છે એને ઉદયકાળ પહેલા ઉદીરણા કરીને ખેચી લાવી, ઉદય-સન્મુખ કરી પ્રદેશઉદય વડે એને ખેરવી નાખવા એ નિર્જરા કહેવાય છે કર્મને નિર્જરવા એટલે એની શક્તિ મંદ પાડી દેવી અથવા એને ખેરવી નાખવા એને “પરિશાટન પણ કહેવામાં આવે છે નિર્જરા બે પ્રકારનું કાર્ય કરે છે એ કમની સ્થિતિ ઓછી કરે છે અને કર્મને રસ મદ કરી નાખે છે મહા આકરા કર્મ હોય એને નિર્જરા તદ્દન નિર્માલ્ય જેવા કરી નાખે છેઆ રીતે સ્થિતિન ધ અને રસબ ધ ઉપર નિર્જન રાની મોટી અસર છે
કેટલાંક કમેને વિપાકમાં ભગવ્યા સિવાય પ્રદેશેાદયથી ખેરવી નાખે છેઆ રીતે આત્માને હળવું કરવાનું કાર્ય નિર્જરા કરે છે સ ચિત કર્મોનો ક્ષયને નિર્જરા કહેવામાં આવે છે અને સર્વ કર્મોને સર્વથા નાશ થાય તેને મોક્ષ – અપવર્ગ કહેવામાં આવે છે.
આ નિર્જરા તપથી થાય છે ઘસારા વગર ચળકાટ થતો નથી અને મોક્ષ મેળવો એ બાળકનો ખેલ નથી ત્યાગ વગર, સયમ વગર. ઇદ્રિયદમન વગર, નિસ્પૃહ વૃત્તિ વગર, નિરાકાક્ષા વગર, સન્મુખભાવ વગર આત્મા અનાદિ કાળના પરિચયે છેડી દે એ આશા વ્યર્થ છે એને સંસાર સ્વભાવ થઈ ગયો છે, ચિરપરિચયથી વિભાવ એ સ્વભાવ થઈ ગયો છે. એમાથી છૂટવા માટે દેહ ઉપર અસાધારણ અકુશ અને મન ઉપર સયમ અનિવાર્ય છે.