________________
સંવરભાવના
૨૫૩ પર વિજય કરવો એ રમતમાત્ર છે. એ તે જ્યાં સુધી અટકી બેઠો છે ત્યાસુધી જ બાપડો–બિચારોપરવશ લાગે છે, બાકી એના અનંતવીર્ય પાસે કપાયે કાઈ ગણતરીમાં નથી.
ચેતન ! આ સર્વ સાચા ઉપાયોને સાભળ અને અકષાયી થઈ તારા સ યમગુણને કેળવ એ છો રા યમ નામનો યતિધર્મ છે, બીજી રીતે એ આખા સ વરના ક્ષેત્રને રોકી શકે છે અને ચેતનનો વિકાસ ખૂબ કરી શકે છે આ શિવસાધન સાભળ-સમજ.
૩ એ કપાયો પૈકી એકની વાત તને કરીએ અને તેના ઉપાયને બતાવીએ બીજાઓનું સ્વરૂપ તુ પછી વિચારી લેજે.
ફોધરૂપ અગ્નિને બુઝાવવા માટે વરસાદ લાવવો પડે તેમ છે. વનમાં મોટે દાહ લાગ્યો હોય તો તે વરસાદથી જ અટકે, તેથી ક્રોધરૂપ અગ્નિને બુઝાવવા માટે તુ ઉપશમરસને વરસાદ વરસાવ. આખા શાસ્ત્રનો સાર આ એક શબ્દમાં આવી જાય છે ઉપાધ્યાયજી ક્રોધના સ્વાધ્યાયમાં કહે છે કે “ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણો રે' ઉપશમ એટલે શાતિ–ક્ષમા એ વીરનું ભૂપણ છે મનમાથી કોઈ દૂર કરો અને ગમે તેવા આકરા પ્રસગમા પણ સ્થિરતા રાખવી એ તો ભારે વાત છે સમતા વગરની કિયા સર્વ નિરર્થક છે એ વાત અનેક વાર આપણે જોઈ છે
આ ઉપશમભાવ લાવવાનો છે તે દેખાવમાત્ર નહિ પણ “મનસા” – હૃદયપૂર્વક લાવવાનો છે આ આતરરાજ્યની સૃષ્ટિમાં ઉપર ઉપરના દેખાવને સ્થાન જ નથી એ ધ્યાનમાં રાખજે અત કરણપૂર્વક ઉપશમભાવને ધારણ કર. ઉપશમમાં ક્રોધની ખાસ અને એક દરે સર્વ કપાયાની શાતિ થાય છે.
વળી હૃદયમાં વિનય લાવી લાવીને વિરાગને ધારણ કર સાસારિક સબ ધ પરથી રાગ જાય એટલે ઘણી ગૂ ચવણનો અતિ આવી જાય છે એ વિરાગને પરિણામે વિષમાંથી આસક્તિ ઓછી થઈ જાય છે અને છેવટે તદ્દન જાય છે. વિરાગ એટલે વૈરાગ્ય છે એ થતા સંસારમાં ખેચી રાખનાર મહા આકર્ષક વિભાવનુ જોર નષ્ટપ્રાય થઈ જાય છે
આ ગાથામાં જે ઉપશમ અને વિરાગ બતાવ્યા છે તે સમ્યક્ત્વના લિગો પિકી બે છે (શમ, સવેગ, નિર્વેદ, અનુકપા અને આતિય એ પાચ લિગ છે) અને સમ્યગદર્શનની પિછાન કરાવનાર છે. વિરાગને માટે “નિર્વેદ’ શબ્દ એ સમ્યક્ત્વના લિગના નામમાં યોજવામાં આવ્યો છે આ વિરાગ અથવા નિર્વેદ ખરેખર પરમ ઉત્કર્ષભાવને ધારણ કરનાર છે, કારણ કે એ આત્મવિકાસને સારી રીતે વધારી દે છે કર્મોને આવવાના દ્વારે એ બને સારી રીતે બધ કરી દે છે.
૪. તુ આખો વખત કેટલી કલ્પનાઓ કર્યા કરે છે તારે ખાવાની ચિતા, પહેરવાની, ચિતા, ભરણપોષણની ચિતા, નોકરીની ચિ તા, પિસા થઈ ગયા હોય તે જાળવવાની ચિ તા, ન મળ્યા હોય તે ગરીબ રહી ગયાની ચિતા, રાગોની ચિ તા – એમ અનેક ચિતાઓ,