________________
સંવરભાવન
૨પ અને ત્રીજી વાત તે અનુકૂળ પવન છે શુદ્ધ ગો એ પવન છે. એમાથી જ્યારે આ જીવને પિતાને પ્રેરણા મળે, એના મન–વચન-કાયાના યોગોમા એકતા આવી જાય, એની અશુભ યોગ પ્રવૃત્તિ અટકી જાય એટલે એનું વહાણ સડસડાટ આગળ વધવા લાગે છે.
આવી રીતે જીવવહાણું–આત્મજહાજ મજબૂત હોય, સઢ સુદર દઢ હોય અને પવન અનુકૂળ વાય તો એ સપાટાબ ધ ભવસમુદ્રના જળને તરી જઈને નિર્વાણપુરીએ પહોચી જાય છે. જે તારે ભવસમુદ્રનો પાર પામવો હોય તો આશ્રવને રોકવાનો અમલ હદયથી કરી તેને રોધ કર, તારા વહાણને સનસ્ક્રબદ્ધ કર, પાકા મજબૂત સઢ ચઢાવ અને સુંદર યોગના વાયુને બહલાવી વહાણને છોડી મૂક. નો ભાર એ વહાણમાં લદાત બધ થઈ જશે અને વહાણનું સુકાન હાથમાં આવી જશે એટલે તારા ઈષ્ટ બદરે જરૂર પહોચી જઈશ સર્વ આશ્રવન રાધ કરનાર અને શુદ્ધ શ્રદ્ધા તથા શુભ ચોગરૂપ સ વરવાળા આત્મા જરૂર મોક્ષગામી થાય છે.
ગેયાષ્ટપરિચય : સંવરભાવના ૧. સવરભાવના આપણે ભાવીએ. હે ચેતન ! આખો જન માગ એ આત્મવિકાસનો માર્ગ છે. ચેતનને એ સર્વ દુ ખથી મુકિત અપાવી, નિર તરને માટે એનામાં સ્થાયી વીતરાગભાવ પ્રગટ કરી, એના જન્મ–જરા-મરણના દુખોને દર કરે છે. એ અન ત સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય તારે શેાધ છે? શોધ હોય તો એ ઉપાયોના સમૂહને તુ બરાબર સાભળી– સમજી લે તને વારવાર આગ્રહ કરીને કહેવામાં આવે છે કે એ સાચા ઉપાયને તુ સાભળ, સાભળ જે, પ્રથમ વાત તો એ છે કે સમ્યગ જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષનું સાધન છે આ ત્રણે સાધને મહાપવિત્ર છે, પણ એ ત્રણે એક સાથે હોવા જોઈએ. જ્ઞાનથી વસ્તુ સ્વરૂપ સમજાય છે દશનથી હેય-ઉપાદેયને વિવેક થાય છે અને ચારિત્રથી આત્મસ્વરૂપમાં રમણતા થાય છે એ સર્વ સાથે “સમ્યક્ શબ્દ લાગેલ છે તે ધ્યાનમાં રાખવાનું છે એ સાધનો અને સાધ્યની અંતે એકતા થઈ જાય છે ક્રમિક વિકાસથી એ પ્રાપ્ય છે અને પછી મેક્ષમાં તો સ્વરૂપેરમણતા અને સ્થિરતા છે ત્યાર પછી સસારની રખડપટ્ટી મટી જાય છે
આ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રય છે** ઉત્કૃષ્ટ આરાધન કરવુ એ શિવસુખસાધનનો પરમ ઉપાય છે અને તે ઉપાય ચક્કસ . સગરને છે અને ફળવિયોગથી રહિત છે.