________________
૨૪૦
શાંતસુધારસ આ પ્રત્યેક પ્રકાર પર ખૂબ વિવેચન કરી શકાય તેમ છે એનું વિસ્પષ્ટ વિવેચન શ્રી સિદ્ધપિ ગણિએ કર્યું છે ત્યા વિવેક્યુર્વત ઉપર ચારિત્રરાજનો જે આખો પરિવાર વર્ણવી બતાવ્યો છે તે સવર છે.
એની સમિતિ, ગુપ્તિ કેવી સુંદર છે? એને “પ્રવચનમાતા કહેવામાં આવે છે. એની ભાવના પિકી પ્રત્યેક શાતિનું વાતાવરણ ફેલાવે છે. એના યતિધર્મો અદભુત છે, એના પરિષહે દુર્ગમ છે અને સર્વના શિખર ઉપર ચારિત્રરાજ બિરાજે છેએક વખત બે ઘડીતુ સામાયિક કરતા આનદ થઈ જાય છે અને આખો દિવસ એની લહેજત મનમાથી જતી નથી તો પછી આખી જિદગીના ચારિત્રનું શું કહેવું ? એ પ્રત્યેક સ વરમા ખૂબી એ છે કે એ આશ્રવના ગરનાળા બ ધ કરે છે. પરિણામે સરોવરમાં નવું પાણી આવતુ અટકે છે આપણે સ્થિર માનસે સામાયિકમાં બેઠા હોઈએ અથવા એકાદ ભાવનામાં ચિત્તને પરાવ્યું હોય કે આવી પડતા પરિષહ સામે વિજય મેળવવા આતરવીર્ય સ્કુરાવતા હોઈએ ત્યારે નવા કર્મો કર્યો માગે આવે ?
આ આખો ઉપાદેય વિભાગ ખૂબ મનન કરવા યોગ્ય છે જેટલો વખત એની વિચારણા ચાલશે તેટલો વખત મનમાં અદ્ભુત શાંતિને સાક્ષાત્કાર થશે અને અપૂર્વ અનુભવ જાગશે આ વખત ન બને તો જ્યારે બને ત્યારે અથવા કેઈ વાર પણ આ ચેતનજીએ ધ્યાવવા જેવો છે એ વખતે જે નિરવધિ આનદ થશે તેનો મહિમા વર્ણવી શકાય તેમ નથી પ્રત્યેક આશ્રવ સામે કયા સવરને મૂકી તેનું દ્વાર બંધ કરી શકાય તેમ છે તે આપણે ભાવનાને અતે વિચારશુ આશ્રવોથી ગભરાવુ નહિ પણ ઓળખીને શું કરવું તેને જવાબ આ ભાવનામાં મળશે એને શોધો