________________
પ્રકરણ આઠમું પૂર્વ પરિચય : સંવરભાવના
આશ્રવભાવનામાં કર્મને આવવાના માર્ગો આપણે વિચાર્યા. કુદરતી રીતે આપણે ચારે તરફમાં ગરનાળા જેઈ ગભરાઈ જઈએ એમ લાગ્યું. હવે ગરનાળાનાં દ્વાર બંધ કેમ કરી શકાય તેને માટે “સ વરભાવના કહે છે. આવો જે બારણાં ઉઘાડા મૂકે છે તેને બધ કરવા તે “સ વર” કહેવાય છે– નિરોધ સંવર (તસ્વાર્થી આશ્રવનો વિચાર કરતા એને હેય – તજવા એગ્ય તત્ત્વ ગયુ હતુ. સ વ સર્વ ઉપાદેય વિભાગમાં આવે છે. એ પ્રત્યેકને વિચાર કરતા મનમાં શાતિ થતી જશે જાણે આપણે મહાન સાધ્ય સાધવાના સાચા ખ્યાલમાં આપણી જવાબદારી સમજીને સત્કર્ષ સાધવા ત્યાગ કરી રહ્યા છીએ, અને બાહ્ય ભાવ તજી અદર ઊતરી ગયા છીએ એવો ખ્યાલ આ આખી ભાવનામાં જરૂર આવશે એમાં કઈ સ્થાનકે ઘસારો બાહ્ય નજરે લાગશે તો તેમાં પણ દિવ્યતા, ભવ્યતા, સાધનસાપેક્ષવ જણાશે. એની વિચારણા કરતા જાણે આપણે કઈ ખરા મહાન કાર્ય સાધવા માટે અતરનાદથી લાગી ગયા છીએ એવો ભવ્ય ખ્યાલ થશે. આ આખી ભાવના બહુ સુદર હકીક્ત પૂરી પાડે છે તે આપણે શુ અહી પૃર્વપરિચયમાં સ વરેને ઓળખી લઈ એ. પછી એક ચિત્રપટ રજૂ કરી પ્રત્યેક આશ્રવતુ દ્વાર ક્યા સ વરથી બધ થઈ શકે તેમ છે તેને સમુચ્ચય ખ્યાલ કરશુ. | નવા કર્મના રોકાણને “દવ્યસંવર' કહેવાય છે અને સમિતિ વગેરેથી શુદ્ધ ઉપગ થાય, તે દ્વારા ભાવકર્મોનું રોકાણ થાય અને આત્મપરિણામ જાગૃત થાય એ “ભાવસંવર’ કહેવાય છે
આશ્રવના ગરનાળા બ ધ કરનાર સ વરે છ પ્રકારના છે – ૧ સમિતિ ૨ ગુપ્તિ ૩ યતિધર્મો ૪ ભાવના (અનુપ્રેક્ષા) ૫ પરિપહજય ૬ ચારિત્ર આ પ્રત્યેકને વિસ્તારથી સમજવાની ખાસ જરૂર છે
૧. સમિતિ : વિવેકયુક્ત પ્રવૃત્તિને સમિતિ કહેવામા આવે છે એમાં સક્રિયાનું પ્રવર્તન હોય છે સમ્યફ પ્રકારની ચેષ્ટા એટલે સમિતિ. આમાં એક તો કિયા પિતે નિર્દોષ હોવી જોઈએ અને બીજુ તેમાં પ્રવર્તન વિવેકપૂર્વકનું હોવું જોઈએ તેના પાંચ વિભાગ છે (૧) સાડાત્રણ હાથ આગળ જમીન જોઈ કઈ જીવને કલેશ ન થાય તેમ સ ભાળપૂર્વક
ચાલવુ તે “ઇસમિતિ . (૨) સત્ય, પ્રિય, હિત, જરૂરી (મિત) અને તથ્ય વચન બોલવું અથવા નિરવદ્ય વચન
બોલવુ તે “ભાષાસમિતિ”. સાચુ બોલો, પૂરેપુરુ સાચુ બોલો અને સાચા સિવાય કાઈ ન બોલો. એમાના પ્રથમના બેને સમિતિમાં સ્થાન છે અને ત્રીજાને ગુપ્તિમા સ્થાન છે