________________
ર૧૮
શાંતસુધારસ ૧. પિતાનું શ્રેય ઇચ્છનાર સમજુ પ્રાણીઓએ કર્મબ ધનના હેતુભૂત આશ્રવને હૃદયમાં
સમતા ધારણ કરીને છોડી દેવા જોઈએ–તજી દેવા જોઈએ એને જે મોકળા મૂકી દીધા હોય તો તે સર્વવ્યાપી ગુણરૂપ મહાન વૈભવનો સારી રીતે–તદન નાશ કરનારા
થાય છે. ર. (મિથ્યાત્વ.) કુગુરુઓએ પ્રવર્તાવેલા–જેલા પ્રાણીઓ અથવા પિતાની કુમતિથી ચગળ
થયેલા પ્રાણીઓ મોક્ષને સાચો માર્ગ છેડી દઈને અશુદ્ધ ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે અને
ઊલટા મોક્ષને વિરહ વધારનારા બને છે ૩. (અવિરતિ.) ત્યાગ તરફ જેનું ચિત્ત લાગેલુ નથી તેવા (અવિરત) પ્રાણીઓ (ઇડિયન)
વિષયને વશ પડીને આ લોકમાં અને પરલોકમાં કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા
મહાન્ સેકડે દુખ નિરતર સહન કરે છે ૪. (ઈક્રિય:) હાથી માછવુ, ભમરો, પતગિયું અને હરણ વગેરે વિષયવિલાસના પ્રેમને
લીધે અહાહા અનેક પ્રકારની વેદનાઓ સહન કરે છે અને એ વિનોદરસ પરિણામે
ભારે આકરો થઈ પડે છે પ (કપાય:) જેનામાં કપાયેની જાગૃતિ થઈ જાય છે તેવા પ્રાણીઓ કોઈપણ વિષયને
વશ પડી જઈને મહાનરકમાં જાય છે અને કેઈપણ જાતના અપવાદ વગર અને ત જન્મ–જરા-મરણમાં રખડપાટીએ ચઢે છે (ગ.) મનથી, વાણીથી અને શરીરથી ચપળ પ્રાણીઓ મહા આકરા પાપના ભારથી ભારે થઈને કમરૂપ કાદવથી ચારે તરફ ખરડાઈ જાય છે તેટલા માટે આશ્રવ ઉપર જય મેળવવાનો પ્રયત્ન કર બીજા કામથી સર્યું. મયમવાનું વિશુદ્ધ આત્માઓના શુદ્ધ ગે (મન-વચન-કાયા) સારા (શુભ) કર્મોને અવાવે છે–એકલી આપે છે તેને પણ સેનાની બેડીઓ જાણવી એ શુભ કર્મો પણ
મોક્ષના સુખને પ્રતિબધ કરે છે ૮. હે વિનય ! આશ્રવરૂપ પાપાત્માને રોધ કરવામાં બુદ્ધિને શેકીને અને વાર વાર અનેક
વાત શાંતસુધારસનું પાન કરી કરીને (એ પ્રકારે) આનદ પામ –લહેર કર.
| ir rt