________________
ગેયાષ્ટકનો અર્થ
૧. આ શરીર અતિ મેલવાળું-મલિન છે એમ તે ચેતન ભાવ-વિચાર તારા મનમય
કમળને ઉઘાડ અને સમજ. ત્યાં જે સર્વવ્યાપી એક પ્રકાશવાન, વિવેકવાન, મહાપવિત્ર
(અતર્યામી–આત્મતત્વ) છે તેને વિચાર કર, તેનું ધ્યાન કર. ૨. સ્ત્રી-પુરુષના વીર્ય અને શુકના ચક્રમા પડેલા એ મળ અને કચરાના ખાડામાં તે સારા
વાના શું હોય? એને વાર વાર ખૂબ ઢાકી દેવામાં આવે તો પણ તેમાથી અત્યંત ખરાબ
બીભત્સ પદાર્થો ઝર્યા જ કરે છે ! કો ડાહ્યો માણસ કચરાથી ભરેલા કૂવાને સારે ગણે? ૩. મહેમાથી (સામાને અનુકૂળ પવન બહાર નીકળે તેટલા માટે એ સુંદર પાનામાં સુગંધી
બરાસ વગેરે નાખીને ખાય છે, પણ મુખડું પિતે સુગ ધી-રહિત છે અને કટાળો
આપે તેવી લાળથી ભરેલું છે. તેનામાં પેલી કૃત્રિમ સુગ ધી કેટલો કાળ રહે ? ૪. તારા શરીરની અંદર વ્યાપી રહેલો વિકારવાળે દુર્ગ ધી પવન (ઉચ્છવાસ) ઢાકી શકાય
તેવો નથી (અન્ય પદાર્થથી મઢી શકાય તેવો નથી) અને તુ તો તારા શરીરને વારવાર સૂલ્યા કરે છે–ચાટ્યા કરે છે. તારા શરીરને પવિત્ર બનાવવાની આ તારી રીતિ જોઈને
ડાહ્યા માણસ હસે છે, તારી એ રીતિ તરફ મશ્કરી કરે છે. પ જે શરીરમાંથી બાર (સ્ત્રીનાં) અને નવ (પુરુષનાં) દ્વારે આખો વખત અપવિત્ર વસ્તુ
ઓને બહાર કાઢયા જ કરે છે અને જરા વખત પણ વિરામ લેતા નથી તે શરીરને તુ પવિત્ર માને છે ! ખરેખર! આ તે તારે તદ્દન નવો જ બુટ્ટો છે–અભિનવ તર્ક
છે એમ મને લાગે છે. ૬. અનેક સુદર ચીજો વડે સસ્કાર પામીને તયાર કરેલું અન્ન ખાવાથી હન (વિષ્ટા)
થઈને આ દુનિયામાં નકામી ગ્લાનિ કરે છે, દુગ છા ઉપજાવે છે અને ગાયનું સુંદર દૂધ મૂત્રરૂપ થઈને અતિ નિ દાને પાત્ર બને છે. આ શરીર માત્ર મળથી ભરેલા આશુઓને ઢગલો છે અને સુંદર રસદાર ભજન અને સારા કપડાને અપવિત્ર બનાવનાર છે, પણ એ શરીરમાં અતિ વિશિષ્ટ સર્વદુ અક્ષયરૂપ શિવ–મોક્ષ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે અને તે તેને પ્રધાનભાવ છે તેનો તુ વિચાર કર, તેની પર્યાલોચના કર આવા (શરીર)ને મહાપુણ્યવાન તરીકે બિરાજમાન કરી શકાય તેવી નિપુણતા-કુશળતાને તે વિચાર કર–તેનું તુ ચિતવન કર મહાપવિત્ર આગમરૂપ જળાશયને પ્રાપ્ત કરીને તુ શાન્ત સુધારસનું પાન કર, એ એવાથી પાણી પી તારી તરસને તુ છિપાવ