________________
પરિચય
સ સારભાવના
(૧) આ સ સાર તો એક મોટું નાટક છે, એમાં પાત્રોનો પાર નથી, એમાં આ કોને પાર નથી, એમાં પ્રવેશોનો પાર નથી એમાં અભિનય, નેપથ્ય, પડદા, સિનેરી, ગાન, સ ભાષણ વગેરે સર્વ છે, પ્રચુર છે, જેતા કે સાભળતાં પાર ન આવે તેવડુ મોટુ તે નાટક છે. એમાં રાજા, રાણી, નોકર, ચાકર, દાસ, દાસી, પુત્ર-પુત્રી વગેરે સર્વ પ્રકારનાં પાત્રો છે, એમાં વિદૂષકો છે, એમા રાસડા–ગરબા લેવાય છે અને એમાં આન દભવના દેખાવ જોવાય છે, એમાં ભય કર યાતનાના દેખાવ પણ દેખાય છે, એમા રાગ, રાગણી, પડદા, પાઠ આદિ આવે છે. એ ખાસ જોવા-સમજવા જેવું છે. પ્રથમ આપણે ઉપાધ્યાયશ્રીના શબ્દો ઉપર લક્ષ રાખી તે વિચારીએ. એને લાક્ષણિક રીતે સર્વ ગસુંદર જઈ સાભળી લેવું હોય તે તો એને પૂરે ન્યાય આપનાર શ્રી સિદ્ધષિના ઉપમિતિભવપ્રપ ચ રથમાં જવું પડશે. આપણે અત્ર તેને સહજ ખ્યાલ કરી સ સારભાવનાને હૃદયમાં ઉતારીએ
આ ગ્રથના પ્રવેશકના પ્રથમ શ્લોકમાં આ સ સારકાનનને ચાર વિશેષણ આપ્યા છે તેને છેડે મળતું નથી, તેના ઉપર આથવરૂપ વાદળા ચઢેલા જ રહે છે, એ કર્મોથી ગહન બનેલું છે અને એમા મોહનો કરેલો ભય કર અધિકાર છે આવા ભય કર ભવકાનનમાં આ પ્રાણને નિરાતે બેસવાનું કેમ થાય? એ કેમ થતું નથી તે પ્રથમ તપાસીએ
આ સંસારમાં અ તર ગમા રહેલા મનોવિકારે પ્રાણુને ખૂબ રખડાવે છે, તફડાવે છે અને ગોટે ચઢાવે છે. એની અ દર રહેલ કામ, ક્રોધ, મદ, મત્સર વગેરે ભાવે એને ઠેકાણે પડવા દેતા નથી પ્રત્યેક આતર-વિકાર ભારે નુકસાન કરે છે અને ચેતનને અસ્તવ્યસ્ત કરી નાખી એનુ પિતાનુ ભાન ભુલાવી દે છે એની એટલી હદ સુધીની બેડોળ સ્થિતિ કરી મૂકે છે કે એ પિતાને પણ ઓળખી શકતો નથી, પિતાનાને પણ ઓળખી શકતો નથી અને પોતાનુ ઘરનુ સ્થાન કયું છે અને ક્યાં છે તેને પણ એના દષ્ટિપથ કે સ્મરણપથમાં આવવા દઈ શકતો નથી. એ આખુ ભાન ભૂલી પરવશ બની જાય છે અને પછી દારૂના ઘેનમાં નાચે છે
એ અનેક મનોવિકારે પિકી આપણે એકને તપાસીએ લોભ એ એવો તો ભય કર આંતર મનોવિકાર છે કે એ સર્વ ગુણોને નાશ કરે છે એના પાશમાં પ્રાણી આવી પડે છે ત્યારે પ્રાણીને વિવેક રહેતું નથી, મારા-તારાનું ભાન રહેતું નથી, સભ્યતાના નિયમનો ખ્યાલ રહેતો નથી અને ગૃહસ્થાઈની કલ્પના પણ રહેતી નથી
એક મોટુ વન–જ ગલ કપીએ. એવા વેનમા, માટે દાવાનળ ફાટી નીકળ્યો હોય અને મોટા મોટા ઝાડ ભસ્મીભૂત થઈને તડાતડ જમીન પર પડતા હોય તે વખતે પક્ષીઓ અને પશુઓ તે વનમાં હોય તેને કે ક્ષોભ થતો હશે તેની કલ્પના કરો કોઈ ચીસ પાડે,