________________
સંસારભાવના
૧. જન્મ-મરણ વગેરે ભયથી હી ગયેલા પ્રાણી ! તુ સસારને મહાભય કર સમજ.
મોહરૂપ તારા ભય કર શત્રુએ તને બરાબર ગળેથી પકડી લઈને ડગલે ને પગલે આપત્તિમાં ધકેલી દીધો છે. હે મૂઢ ! સગાસબંધી અને છોકરા-છોકરીના સબ ધરૂપ દોરાઓ વડે તુ તદ્દન નકામે અહી બે ધાયા કરે છે. તુ ડગલે ને પગલે નવા નવા અનુભવોથી અને અનેક અપ
માનેથી ઘેરાયેલો જ રહે છે. (એવા હે ચેતન ! તુ જરા જે, વિચાર કર). 3. તુ કોઈ વખત ઉન્નતિ (ચડતી)ના અભિમાનની ઘટના કરી બેસે છે, કોઈ વખત અધમતા
(ની પ્રાપ્તિના પરિણામ)થી તદ્દન રાક બની જાય છે અને કર્મને આધીન થઈને
દરેક ભવમાં નવા નવા (જુદા જુદા) રૂપ ધારણ કરે છે. ૪. (આ ભવમાં પણ) બાળકની દશામા હો ત્યારે તદ્દન પરવશ બનેલો હોય છે, જ્યારે
જુવાનીના શેરમાં હો ત્યારે અભિમાનથી ઉન્મત્ત-મદેન્મત્ત બની જાય છે, જ્યારે ઘડપણ આવે છે ત્યારે દુખે કરીને જિતી શકાય તેવી જરાથી જર્જરિત થઈ જાય છે અને આખરે યમદેવના હાથમાં પડી તેને અધીન થઈ જાય છે. ભાઈ! જે 1 દીકરો છે તે પિતાપણુ પામે છે અને વળી પાછો એ જ પુત્રપણુ પણ પામે છે. સંસારની આવી વિચિત્ર પરિસ્થિતિ વિચારીને એને જરૂર છેડી દે. હજુ
(તારા) મનુષ્યભવનો શુભ વિભાગ બાકી છે ! (એનો લાભ લઈ લે) ૬. તે ખરેખર મોહરૂપ મદિરા પીધી છે અને તેના કેફમા તારી બુદ્ધિ નાશ પામી ગઈ
છે તુ જે જે જગ્યાએ તું દુખ, ઉચાટ અને વ્યાધિના ભડકાની જવાળામાથી દરરોજ - બળ્યા કરે છે ત્યાં જ પાછો તુ લાબા વખત સુધી ૨જન પામી જાય છે. (આ
દારૂડીઆનુ જ લક્ષણ છે.) કાળરૂપ બટુક (ચાર-ધાડપાડુ) અહી આ જ થોડા ઘણા સુખને વૈભવ બતાવીને પાછુ એકાએક સર્વ પાછુ લઈ લે છે અને એવી રીતે એ પ્રાણીને બચ્ચાની માફક લલચાવે છે – છેતરે છે. સસારના સર્વ ભયને કાપી નાખનાર તીર્થ કર મહારાજનુ વચન તુ ધારણ કર, વિચાર અને હે વિનય ! શાહરસનુ અમૃતપાન કરીને મોક્ષમય થઈ જા – એની સાથે એક્તા કરી દે