________________
ગેયાષ્ટકને અર્થ : અનિત્યભાવના આ ગેય વિભાગ તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી એ લયમાં બરાબર ગાઈ શકાય છે. એનો અર્થ નીચે પ્રમાણે છે –
ધ્રુવપદ-મૂઢ ચેતન ! તારા (સ્ત્રી, પુત્ર, સગા-સબ ધી) પરિવારનો અને તારી દેશેલત, શેઠાઈ આદિ વિભવને વારંવાર વિચાર કરીને તુ ફેટ મુ ઝાયા કરે છે. અરે મૂઢ ! તું ખરેખર ફેકટ ફિકર-ચિતા કરે છે ! અરે વિનય' પવનથી ડાટ હાલતા દર્ભ (ઘાસ)ની અણી પર રહેલા પાણીના ટીપા જેવા (અસ્થિર) તારા જીવતરને તુ અસાર જાણ ૧. તું જો! ઈદ્રિયજન્ય વિષયસુખની સાથે તારે જે દસ્તીસબ ધ છે તે તો ક્ષણવિનાશી
છે અને જોતજોતામાં હાથતાળી દઈને નાસી જાય તે છે, અને આ સંસારનાં સ્વરૂપ છે તે તો ઝબકારા મારતી વીજળીના ચમકારાનો બરોબર ખ્યાલ આપે છેચમકારાના વેગને અનુસરે છે. અરે ભાઈ આ જોબન (યુવાનો) છે તે તો ખરેખર કૂતરાની પૂછડી જેવુ (વાંકું) છે અને તેવું છતા વળી જોતજોતામાં ખલાસ થઈ જાય છે એવા બનીઆને જે પરવશ પડ્યા તે ખરેખર પારકાને આધીન પડી જઈ મ દ બુદ્ધિવાળા થઈ જાય છે. (એવા
પ્રાણીઓ) ક્યાં કયા કડવાં ફળ ન પામે ? ૩. ઘડપણ (કરા) જે ત્રણ ભુવનમાં ન જીતી શકાયવશ ન કરી શકાય તેવું છે તે
શરીરનું સારસાર પી જાય છે અને તેથી આ શરીર તદન રસ વિનાના ખેળ જેવુ થઈ જાય છે, તે પણ લાજ-શરમ વગરનું પ્રાણીનુ મન અડવા કે સૂઘવા ન ગમે એવા કામદેવના ચાળાચસકાને–એના વિકારેને છોડતું નથી! અનુત્તર વિમાનમાં વસનાગ દેવ સુધીનુ સુખ સંસ્કૃિષ્ટ ગણાય, તે પણ સમય પૂરો થાય-કાળ પ્રાપ્ત થાય—આયુ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ પામે છે, તેથી ભાઈ ! તુ ખૂબ વિચાર કરીને જે કે આ સંસારમાં રહેલી કઈ વસ્તુ એથી વધારે સ્થિર છે? અથવા હોઈ શકે ? જેની સાથે આપણે રમ્યા–ખેલ્યા, જેની આપણે સારી રીતે પૂજા–સેવા કરી, જેની સાથે આપણે વિનાદ-વાર્તાઓ કરી તેવા તેવા માણસોને રાખમાં રગદોળાતા આપણે નજરે જોયા અને છતાં આપણને જાણે કાંઈ થવાનું નથી એમ ઘારી નિશ્ચિત્ત થઈને (છાતી કાઢીને) ઊભા રહીએ છીએ ! આવા પ્રમાદને-આવી મોટી ભૂલને ધિક્કાર છે? (આ દુનિયામા) ચેતન અને અચેતન સર્વ ભાવો સમુદ્રમાં આવતા મોજાઓની પેઠે એક વાર ઊઠે છે-જામે છે અને પાછા તુરત જ શમી જાય છે. (અહી) સગાસબંધી અને ધનને સ બ ધ ઇદજળ જેવો છે. જે પ્રાણીઓ તદ્દન મૂઠભૂખ હેચ તે જ એમાં રાચામાચી જાય છે